Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વિશ્વભરના મીડિયામાં મોદીનોᅠદબદબો : ભાજપની ઐતિહાસિક જીત પર લોકપ્રિયતા વધી

વડાપ્રધાનના જાદુઈ નેતૃત્‍વના કારણે બીજેપીને મળી અભૂતપૂર્વ સફળતા

નવી દિલ્‍હી તા. ૯ : ગુજરાતની ચૂંટણીમાં ભાજપ દ્વારા મળેલી પ્રચંડ બહુમતીને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પીએમ નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વની વધતી જતી જાહેર સ્‍વીકૃતિના સંકેત તરીકે જોયું છે. મોટાભાગના અહેવાલો અને વિશ્‍લેષણો અનુસાર, મોદીના પ્રભાવશાળી નેતૃત્‍વના કારણે ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી છે. તેમના નેતૃત્‍વના કરિશ્‍માને ડીકોડ કરીને, એવું માનવામાં આવે છે કે વિકાસ અને હિન્‍દુત્‍વની છબીનું મિશ્રણ તેમની પ્રભાવશાળી છબીનો પાયો છે. ભાજપની જીતે ભારતમાં મોદીના વર્ચસ્‍વને મજબૂત બનાવ્‍યું.

બ્રિટિશ ન્‍યૂઝ પોર્ટલ ઈન્‍ડિપેન્‍ડન્‍ટે તેને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી માટે મોટી રાહત ગણાવી છે. આવો અભૂતપૂર્વ જનસમર્થન, ખાસ કરીને વધતી મોંઘવારી અને બેરોજગારી વચ્‍ચે, વિકાસ અને હિંદુત્‍વના ચમત્‍કારિક નેતૃત્‍વનું પરિણામ માનવામાં આવે છે. કતારના શાહી પરિવારની માલિકીની અલ જઝીરાએ લખ્‍યું છે કે પીએમ મોદીની હિન્‍દુ રાષ્ટ્રવાદી પાર્ટી ભારતના પヘમિી રાજય ગુજરાત પર નિયંત્રણ જાળવી રાખે છે.

બ્રિટિશ મીડિયા હાઉસ ધ ગાર્ડિયનએ લખ્‍યું છે કે ગુજરાત લાંબા સમયથી હિન્‍દુ રાષ્ટ્રવાદી ભાજપનો ગઢ રહ્યો છે, જેણે ૧૯૯૫ થી સતત સાત ચૂંટણી જીતી છે, પરંતુ પરિણામો ભાજપની સૌથી મોટી ચૂંટણી સફળતા છે. ગુજરાતને ઐતિહાસિક જીત ગણાવતા અમેરિકન મીડિયા હાઉસ એબીસી ન્‍યૂઝે લખ્‍યું કે, વધતી મોંઘવારી, બેરોજગારી અને ધાર્મિક ધ્રુવીકરણની ટીકા છતાં મોદી અને તેમની પાર્ટીની વધતી લોકપ્રિયતા આヘર્યજનક છે.

ઉચ્‍ચ ફુગાવા અને વધતી બેરોજગારીની ચિંતા છતાં ભાજપની વફાદાર હિંદુ વોટ બેંક સ્‍થિર દેખાય છે, એશિયા નિક્કી, વિશ્વના સૌથી વધુ વેચાતા બિઝનેસ અખબારની વેબસાઈટ એશિયા નિક્કીએ લખ્‍યું છે. પોતાની સ્‍ટાર પાવરથી પીએમ મોદીએ ભાજપને અપેક્ષિત સફળતા અપાવી છે. સિંગાપોરના ન્‍યૂઝ પોર્ટલ સ્‍ટ્રેટ ટાઈમ્‍સે લખ્‍યું, ગુજરાત ભાજપનો ગઢ છે. પીએમ મોદીએ ૨૦૦૧ થી ૨૦૧૪ વચ્‍ચે ૧૩ વર્ષ સુધી રાજય પર શાસન કર્યું અને તેને આર્થિક પાવરહાઉસમાં ફેરવી દીધું. પીએમ મોદીના પ્રભાવનું પરિણામ છે કે તમામ સ્‍થાનિક મુદ્દાઓ સાથે મોરબીમાં મોટી દુર્ઘટના બાદ પણ ભાજપે અવિશ્વસનીય જીત મેળવી છે.

(10:29 am IST)