Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

હિમાચલમાં વિકાસ પ્રત્યેની 100 ટકા પ્રતિબદ્ધતા સાથે કામ કરશું- પીએમ મોદી

પીએમએ કહ્યું - ભાજપ ભલે એક ટકા માટે સરકાર બનાવતા રહી ગઈ પરંતુ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા 100 ટકા રહેશે

નવી દિલ્હી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ દિલ્હીમાં કાર્યકરોને સંબોધતા વડાપ્રધાને જણાવ્યુ કે હિમાચલની જનતાને આશ્વસ્ત કરુ છુ કે ભાજપ પલે એક ટકા માટે સરકાર બનાવતા રહી ગઈ હોય પરંતુ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા 100 ટકા રહેશે. પીએમએ કહ્યુ કે ભાજપને મળેલુ આ સમર્થન એવા સમયે આવ્યુ છે જ્યારે ભારત અમૃતકાળમાં પ્રવેશી ચુક્યુ છે. આવનારા 25 વર્ષ વિકાસની રાજનીતિના જ છે. ભાજપને મળેલુ સમર્થન ભારતના યુવાનોની યુવા વિચારશક્તિનું પરિણામ છે.

(12:08 am IST)