Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જામિયા મિલિયા ઈસ્લામિયા હિંસા કેસમાં પૂર્વ JNU વિદ્યાર્થી શરજીલ ઈમામને જામીન મળ્યા

શરજીલ ઈમામ સામે અન્ય ત્રણ કેસ નોંધાયેલ હોવાના કારણે હાલ જેલમાં જ રહેવું પડશે

નવી દિલ્હી : દિલ્હીની એક અદાલતે 2019ના જામિયા મિલિયા ઈસ્લામિયા હિંસા કેસમાં પૂર્વ JNU વિદ્યાર્થી શરજીલ ઈમામને જામીન આપ્યા છે. પરંતુ શરજીલ ઈમામ હાલ જેલમાં રહેશે કારણ કે તેની સામે અન્ય ત્રણ કેસ નોંધાયેલા છે.

શરજીલ ઇમામ પર ડિસેમ્બર 2019માં જામિયામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે, જેના કારણે ત્યાં હિંસા ફાટી નીકળી હતી. જાન્યુઆરી 2020માં દિલ્હી પોલીસે આ મામલામાં તેની વિરુદ્ધ FIR નોંધી હતી.

શરજીલ ઈમામે આ ભાષણ 15 ડિસેમ્બર, 2019 ના રોજ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આપ્યું હતું.

પોલીસનો આરોપ છે કે તેમના ભાષણ બાદ જામિયા વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. શરજીલ ઈમામની 28 જાન્યુઆરી 2020ના રોજ બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

CAA અને NRCનો વિરોધ કરતી વખતે શરજીલનો એક વીડિયો વાયરલ થયો હતો. એપ્રિલ 2020માં દિલ્હી પોલીસે શરજીલ ઈમામ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધ્યો હતો.

(10:24 pm IST)