Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

એરફોર્સને હેલિકોપ્ટરનું બ્લેક બોકસ મળ્યું

હવે દુર્ઘટનાનું સાચું કારણ આવશે બહાર

નવી દિલ્હી તા. ૯ : ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તમિલનાડુના કુન્નુર નજીક ક્રેશ થયેલા હેલિકોપ્ટરનું બ્લેક બોકસ મળી આવ્યું છે. તપાસ બાદ અકસ્માતનું કારણ બહાર આવશે.

તમિલાડુના કુન્નૂર નજીક ક્રેશ થતાં પહેલા સીડીએસબિપિન રાવતઅને અન્ય ૧૩ લોકોને લઈ જતાં એમઆઈ-૧૭ હેલિકોપ્ટરની અંતિમ ક્ષણો ત્યાં સ્થાનિકો ઉતાર્યો હતો. દરમિયાન ડાયરેકટર શ્રીનિવાસનની આગેવાની હેઠળ તમિલનાડુ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની ટીમ કુન્નૂરના કેટારી નજીક અકસ્માત સ્થળે પહોંચી છે.ત્યાં પહેલેથી જ એરફોર્સની ટીમ હેલિકોપ્ટરનુંબ્લેક બોકસરિકવર કર્યું છે. આબ્લેક બોકસહવે બતાવશે કે, છેલ્લી ઘડીએ શું થયું હતું.

કોઈ પણ વિમાન અથવા હેલિકોપ્ટરનો સૌથી મહત્વપૂર્ણ ભાગબ્લેક બોકસછે. તે હેલિકોપ્ટર અથવા વિમાનની ઉડાન દરમિયાન વિમાન સાથે સંકળાયેલી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રેકોર્ડ કરે છે. તે પાઈલટ અને એટીસી વચ્ચેની વાતચીતના રેકોર્ડ એકત્રિત કરે છે. આ ઉપરાંત પાયલોટ અને કો પાઈલટ વાતચીત પણ રેકોર્ડ કરવામાં આવી છે. તેને ડેટા રેકોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે.

તમિલનાડુના નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એમઆઈ-૧૭હેલિકોપ્ટર ક્રેશથયું હતું, જેમાં દેશે તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલબિપિન રાવતઅને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત ૧૧ સૈનિકો પોતાનો જીવ ગુમાવ્યા હતા. હવે જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશપહેલા એક વીડિયો સામે આવ્યો છે, જેને કુન્નૂર વિસ્તારના સ્થાનિકોએ બનાવ્યો છે.

(3:28 pm IST)