Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

નિયોજેન કેમિકલ્સના બોર્ડે કુલ રૂ. ૨૨૫ કરોડના ઇકિવટી શેર્સ પ્રેફરન્શિયલ ધોરણે જારી કરવાની મંજૂરી આપી

મુંબઇ, તા.૯: ૯ નિયોજેન કેમિકલ્સ લિમીટેડ (નિયોજેન) કે જે ભારતના બ્રોમાઇન આધારિત અને લિથીયમ આધારિત સ્પેસિયાલીટી કેમિકલ્સનું ઉત્પાદન કરનારા અનેક ઉત્પાદકોમાંની એક છે તેણે દ્યોષણ કરતા જણાવ્યું છે કે તેના બોર્ડ ઓફ ડિરેકટર્સે આજે યોજાયેલી બેઠકમાં ઇકિવટી શેરદીઠ રૂ. ૧૪૦૨.૧૨ના ઇસ્યુ કિંમતે પ્રેફરન્શિયલ ધોરણે ૧૬,૦૪,૭૧૦ ઇકિવટી શેર્સ જે કુલ થઇને આશરે રૂ. ૨૨૫ કરોડના થાય છે તેને જારી કરવાની મંજૂરી આપી છે. 

નિયોજેન તેના પ્રવર્તમાન બિઝનેસ લાઇનમાં કોમ્પ્લેકસ કેમિકલ્સ સહિત અસંકય કેમિસ્ટ્રી કુશળતા ધરાવે છે, જેમાં ઓર્ગેનિક કેમિકલ્સ અને ઇનઓર્ગેનિક કેમિકલ્સનો સમાવેશ થાય છે. તદુપરાંત, નિયોજેન એડવાન્સ ઇન્ટરમીડિયેસ, કસ્ટમ સિંથેસિસ અને તેની લિથીયમ કેમિસ્ટ્રીમાં કુશળતા માટે એપ્લીકેશનમાં નવી ઊભરતી તકો જોઇ રહી છે. જે રિન્યુએબલ્સ તેમજ ઝડપથી વિકસતા ઇલેકિટ્રક વ્હિકલ્સ (ઇવી)ની દ્રષ્ટિએ લિથીયમ આયોન બેટરીઝ માટે એનર્જી સ્ટોરેજ ધરાવવા લિથીયમ આયોન બેટરી માટે એડવાન્સ કેમિસ્ટ્રીના ઉત્પાદનમાં આવશ્યક છે. આ ભંડોળ ઊભુ કરવાના હેતુ કંપનીની વૃદ્ઘિને ટેકો આપવાનો તેમજ આ સેગમેન્ટસમાં રહેલી ઊચ્ચ સંભાવનાવાળી તકોને ઝડપવાનો છે.

ઇકિવટી ઉમેરણ નિયોજેનની બેલેન્શશીટ સ્થિતિને મજબૂત કરશે તેની સાથે તેને ફ્યુચર રેડી બનાવશે જેથી મહત્ત્વની એન્ડ યૂઝર ઉદ્યોગની વધતી જતી જરૂરિયાતોને સંતોષી શકાય. એકિસસ કેપીટલ, INGA વેન્ચર્સ અને એકસેલસ ફિનસર્વ આ વ્યવહારના સલાહકાર હતા.

(3:23 pm IST)