Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

યૂપીમાં કોંગ્રેસના ૧૦૦ ઉમેદવારોના નામ નક્કી કરાયા, ૬૦ મહિલાઓનો સમાવેશ

પ્રિયંકાએ મહિલાઓ માટે જાહેર કર્યું ઘોષણા પત્ર

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ૧૦૦ ઉમેદવારોના નામ નક્કી કરી દીધા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ   મહિલાઓ માટે અલગથી પાર્ટીનું ઘોષણા પત્ર જાહેર કરતા દાવો કર્યો કે, આ ઉમેદવારોમાં ૬૦ % મહિલાઓ છે. તેમણે કહ્યું કે, તેઓ ૪૦ %  ટિકિટ મહિલાઓને આપવાની જાહેરાત પહેલા જ કરી ચૂક્યા હતા. આ કારણે ટિકિટ માટે મહિલા ઉમેદવારની સંખ્યા પુરુષોથી વધુ છે. આગળ તેને વધારીને ૫૦ % સુધી લઈ જવાનો  લક્ષ્ય નક્કી કર્યો છે. તેમનો ઈશારો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને ૫૦ % સીટો પર ઉમેદવાર બનાવવાને લઈને હતો. કોંગ્રેસના મહિલા ઘોષણા પત્રમાં એ વચન આપવામાં આવ્યું છે કે, યૂપીમાં સરકાર બનાવવા  પર ૮ લાખ મહિલાઓને રોજગાર મળી જશે. સરકારી પદો પર ૪૦ % મહિલાઓની નિયુકિત, મનરેગામાં પ્રાથમિકતા, ૧૦ આવાસીય ખેલ એકેડમી, છોકરીઓ માચે ઈવનિંગ સ્કૂલ અને મહિલાઓ માટે ફ્રી બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગત સરકાર સમયે રમખાણો થયા

મથુરાના માંટ ક્ષેત્રમાં પહોંચેલ મુખ્યમંત્રી યોગી આદિત્યનથે લગભગ ૨૦૧ કરોડની ૧૯૬ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. સી.એમ. યોગીએ કહ્યું કે, ભારતનો આતમા ઉત્તર પ્રદેશમાં વાસ કરે છે. ગત સરકારોમાં રમખાણો થયા. અમૂર VIP જીલ્લામાં વિકાસ થાય છે.

(2:30 pm IST)