Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

દુઃખે છે પેટમાં કૂટે છે માથુઃ ડેમની સુરક્ષા બિલ મુદે રામભાઇ મોકરીયાએ વિપક્ષોને આડે હાથે લીધા

કોંગ્રેસ સરકારે ધ્યાન આપ્યુ હોત તો મોરબી મચ્છુ જળ હોનારત ન સર્જાતઃ રાજયસભાના સાંસદનો રાજયસભામાં આક્રોશ

રાજકોટ તા. ૯ :.. રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ રાજયસભામાં 'ડેમ સેફટી' કાયદા  મુદ્ે પ્રવચન કરતા જણાવ્યું હતું કે, નેતાગણનો આભાર વ્યકત કરૂ છું. બાળ સુરક્ષા મુદ્ે આગળની સરકારોએ વિચાર્યુ  હતું. સમીક્ષા કરી હતી. અને સમિતિની રચના પણ કરવામાં આવી હતી. પરંતુ તેઓ સફળ રહ્યા ન હતાં. પરંતુ અમારી મોદીજીની સરકારે આપણા ખેડૂત ભાઇઓના હિતમાં જન સમુદાયના હિતમાં, સુરક્ષાના હિતમાં મોટો નિર્ણય કર્યો છે કે, જે દેશમાં પર૦૦ થી વધુ ચેક ડેમની ઉંચાઇ ૧૦-૧પ મીટરથી વધુ છે તેને લાગુ પડાશે. જેના કારણે સ્ક્રટ્રચર અને ડીઝાઇનર સારી થશે. 'બંધ સુરક્ષા' ના કાયદાથી નર્મદા મુદ્ે પડેલ ખલેલ નહી પડે.

જેથી આ બિલનુ હું સમર્થન કરૂ છું. અમારા ગુજરાતીમાં કહેવત છે કે 'દુઃખે છે માથુને પેટમાં કૂટે છે' ૧ર બેઠા છે બહાર... એની અમારી કોઇ જવાબદારી નથી. માફી માંગો અને અંદર આવો.. કોઇ વાંધો નથી.

હુ નરેન્દ્રભાઇ મોદી અને ગજેન્દ્રસિંહ શેખાવતને અભિનંદન પાઠવુ છે.

રામભાઇ મોકરીયાએ કહયું હતું કે, અગાઉની કોંગ્રેસની સરકારોએ ડેમોની સુરક્ષા અંગે કોઇ કાર્યવાહી કરી ન હતી અને તેને પરિણામે દેશમાં અનેક દુર્ઘટનાઓ ઘટી હતી. તેમણે નર્મદા યોજના વિલંબમાં નાખવા પાછળ નહેરૂ, ઇન્દીરા અને રાજીવ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતાં.

કેન્દ્ર સરકારે રજૂ કરેલા ડેમોની સુરક્ષા અંગેના ખરડાને સમર્થન આપતા રામભાઇએ કહયું હતું કે, મોદી સરકારનો નિર્ણય દેશના હિતમાં છે અને તેનાથી ખેડૂતોને પણ ફાયદો થશે.

રામભાઇએ કહયું હતું કે, દેશમાં ૧૦ થી ૧પ મીટરની હાઇટ ધરાવતા ડેમની સંખ્યા પર૦૦ થી વધુ છે તેને સુરક્ષા મળશે. વધુમાં નવા ખરડાને કારણે ડેમો સુરક્ષિત થશે એટલું જ નહીં પરંતુ નવા ડેમોના બાંધકામમાં પણ સુરક્ષા વધશે. તેની સ્ટ્રકચરલ ડીઝાઇન અને બાંધકામમાં પણ નવા નિયમો આવવાથી તેની મજબૂતાઇ વધશે અને વિસ્થાપિતોના પ્રશ્નો પણ ઉભા નહીં થાય.

અત્યાર સુધી આ મામલામાં નિષ્ક્રિય રહેલી કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢતા રામભાઇ મોકરીયાએ કહયું હતું કે, કોંગ્રેસની અગાઉની સરકારો જો આ મુદ્ે ગંભીર હોત તો મોરબીમાં મચ્છુ ડેમની જે દુર્ઘટના બની હતી અને પાંચ હજાર લોકો મોતને ભેટયા હતા તે નિવારી શકાયા હોત.રામભાઇએ કહયું હતું કે નર્મદા યોજના વિલંબમાં પડી હતી પરંતુ તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભરપુર પ્રયાસો કરીને કુનેહપૂર્વક આ યોજનાનું કામ ઝડપી કરાવ્યું હતું અને પછી દેશનું સુકાન સાંભળ્યા બાદ પ્રથમ કામ આ યોજના પૂરી કરવાનું કર્યુ હતું.

નર્મદા યોજના વિલંબમાં પડી તેના માટે જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી, અને રાજીવ ગાંધી વગેરે જવાબદાર હતાં. તેમ પણ રામભાઇએ કહયું હતું. રામભાઇનું જુસ્સાદાર ભાષણ સાંભળીને ગૃહના સભ્યોએ તેને તાળીઓ વગાડી વધાવ્યા હતાં.

(11:47 am IST)