Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના પહેલા સંક્રમિત યુવાનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ : હોસ્પિટલમાંથી રજા

તેમને 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાની સલાહ અપાઈ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો પહેલો કેસ 33 વર્ષીય મિકેનિકલ એન્જિનિયરનો કોરોના તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે અને 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આ માહિતી કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કમિશનર વિજય સૂર્યવંશીએ આપી હતી.

મહારાષ્ટ્રમાં કોરોનાના 893 નવા કેસ સામે આવ્યા અને 10 લોકોના મોત થયા. જો કે, છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન સ્વરૂપનો કોઈ કેસ નોંધાયો નથી. સ્વાસ્થ્ય વિભાગે બુધવારે આ જાણકારી આપી હતી. કોરોનાના નવા કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 66,40,888 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 1,41,204 થઈ ગઈ છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના 669 કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત થયા હતા

(11:44 am IST)