Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મુખ્યમંત્રી મમતા બેનર્જીની અલ્લાહ સાથે સરખામણી કરવા બદલ કલકત્તા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી : ટીએમસી ધારાસભ્ય ડો.નિર્મલ માંઝીએ મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે : અલ્લાહ સાથે સરખામણી કરવી તે કોડ, 1860ની કલમ 295A હેઠળ ગુનો હોવાની નાઝિયા ઈલાહી ખાન નામક વ્યક્તિની રજુઆત

કોલકત્તા : મુખ્યમંત્રી મમતા બેનર્જીની અલ્લાહ સાથે સરખામણી કરવા બદલ ટીએમસી ધારાસભ્ય સામે કાર્યવાહીની માંગ કરતી કલકત્તા હાઈકોર્ટમાં PIL કરવામાં આવી છે. જેમાં ટીએમસીના ધારાસભ્ય ડો. નિર્મલ માંઝી સામે કાયદેસરની કાર્યવાહી કરવાના નિર્દેશની માગણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના ઉલુબેરિયા ઉત્તર વિધાનસભાના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.નિર્મલ માંઝી પર તાજેતરમાં મમતા બેનર્જીને માતા શારદાનો અવતાર ગણાવવાનો આરોપ લાગ્યો હતો અને હવે તેમના પર મુખ્યમંત્રીની તુલના અલ્લાહ સાથે કરવાનો આરોપ લાગ્યો છે.

નાઝિયા ઈલાહી ખાન નામની વ્યક્તિ દ્વારા હાઈકોર્ટ સમક્ષ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ડૉ. દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની અલ્લાહ સાથે સરખામણી કરવી તે કોડ, 1860ની કલમ 295A હેઠળ ગુનો છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:20 pm IST)