Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મતદારોને મફત સગવડો આપવાના વચનો અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીના જવાબમાં આમ આદમી પાર્ટીની રજુઆત : કેન્દ્ર સરકાર દ્વારા પસંદગીના ઉદ્યોગોને આપવામાં આવતા લાભોને કારણે પ્રજાને થઇ રહેલા વધુ મોટા નાણાકીય નુક્શાનની અવગણના કરાઈ છે : ભાજપ નેતા અશ્વિની ઉપાધ્યાયએ કરેલી જાહેર હિતની અરજી હકીકતમાં "રાજકીય હિતની અરજી" છે તેવો આમ આદમી પાર્ટીનો દાવો

ન્યુદિલ્હી : આમ આદમી પાર્ટી (AAP) એ રાજકીય પક્ષોને ચૂંટણી પહેલા મતદારોને મફતના વચનો આપતા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષના કેસમાં હસ્તક્ષેપ કર્યો છે.

હસ્તક્ષેપ અરજીમાં, પક્ષે જણાવ્યું છે કે ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયની અરજી "રાજકીય હિતની અરજી" છે.બીજેપી સાથેના અરજદારે કેન્દ્ર અને રાજ્યો દ્વારા મોટા ઉદ્યોગોને નિયમિતપણે આપવામાં આવતી મફતની અવગણના કરી છે.

AAPએ દલીલ કરી છે કે ઉપાધ્યાયે તેમની રાજનીતિના કારણે, ઉદ્યોગોને આપવામાં આવતા પસંદગીના લાભોને કારણે રાજ્ય અને લોકો ભોગવતા મોટા નાણાકીય નુકસાનને ન દર્શાવવાનું સભાનપણે પસંદ કર્યું છે.

પાર્ટીએ ઉમેર્યું હતું કે હાલની પિટિશન કોઈ અંગત કે રાજકીય હેતુઓને લઈને સામાન્ય જાહેર હિતમાં કરવામાં આવેલ બિનપક્ષીય દાવાઓનું ઉદાહરણ નથી. અરજદાર પોતે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ('BJP') સાથે મજબૂત કડીઓ ધરાવે છે, જેમણે ભૂતકાળમાં ભાજપના દિલ્હી એકમના પ્રવક્તા અને નેતા તરીકે સેવા આપી હતી. આ પક્ષના રાજકીય એજન્ડાથી પ્રેરિત જાહેર હિતના નામે અરજદારની વ્યર્થ અરજીઓને ધ્યાને લઇ આ અગાઉ નામદાર કોર્ટે પણ તેમની ટીકા કરેલી છે.

કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા મોટા ઉદ્યોગો અને વ્યવસાયોને નિયમિતપણે આપવામાં આવતા ટેક્સ રિબેટ, સબસિડી અને અન્ય આવા 'ફ્રીબીઝ'ને કારણે તિજોરીને થતા વિશાળ નાણાકીય નુકસાનની અવગણના કરી છે.

ઉલ્લેખનીય છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચે ગયા અઠવાડિયે કેન્દ્ર સરકાર, વિરોધ પક્ષો, નાણાપંચ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને અન્ય નિષ્ણાતોનો સમાવેશ કરીને મફતના મુદ્દા પર વિચારણા કરવા માટે એક સમિતિ બનાવવાનું સૂચન કર્યું હતું. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:18 pm IST)