Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

પાકિસ્‍તાનના રોહરીમાં મોહરમના જુલૂસ દરમિયાન મોટી દુર્ઘટના : શ્વાસ રૂંધાવાથી ૬ લોકોના મોત

ઇસ્‍લામાબાદ તા. ૯ : પાકિસ્‍તાનના સિંધના રોહરીમાં ૯મી મોહર્રમના જુલૂસ દરમિયાન એક મોટો અકસ્‍માત થયો હતો. મળતી માહિતી મુજબ ૬ લોકોના મોત શ્વાસ રૂંધાવાથી થયા છે. જયારે ડઝનેક લોકો બેભાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સ્‍થાનિક મીડિયા અનુસાર, બેભાન લોકોને નજીકની હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. સાથે જ મૃતકોને તાલુકા હોસ્‍પિટલમાં લઈ જવાયા હતા.

સ્‍થાનિક મીડિયા અનુસાર, રોહરીમાં સાંકડી ગલીઓ છે. આ દિવસોમાં હવામાન પણ ભેજવાળું છે, જેના કારણે ત્‍યાં સ્‍થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.કહેવામાં આવી રહ્યું છે કે સેનાની ત્રણ કંપનીઓ, ૧૪૦૦ પોલીસ અધિકારીઓ, ૨૫૦ રેન્‍જર્સ, વોક-થ્રુ ગેટ અને સ્‍નેપ ચેકિંગ સાથે કડક સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. જુલૂસ પર નજર રાખવા માટે ડઝનેક સર્વેલન્‍સ કેમેરા લગાવવામાં આવ્‍યા હતા.મોહરમના જુલૂસને ધ્‍યાનમાં રાખીને, સમગ્ર પાકિસ્‍તાનમાં મોટાભાગના વિસ્‍તારોમાં સેલ્‍યુલર સેવા સ્‍થગિત કરવામાં આવી છે અને સંપૂર્ણ સુરક્ષા સુનિヘતિ કરવા માટે સંવેદનશીલ વિસ્‍તારોમાં ઇન્‍ટરનેટ સેવા પણ સ્‍થગિત કરવામાં આવી છે.

(12:09 pm IST)