Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

બાળકોની ગતિવિધિ પર નજર રાખતી ‘સ્‍માર્ટ સ્‍કૂલ બેગ'

વિદ્યાર્થી ઘરેથી નીકળીને કયારે અને કયાં ગયો તેની સમગ્ર જાણકારી સ્‍કૂલબેગથી વાલીઓને મળી જશે : વિદ્યાર્થીઓની બેગમાં અદ્યતન જીપીએસ ટ્રેકર સિસ્‍ટમ ફિટ કરતા વાલીઓની ચિંતા હળવી થઇ

નવી દિલ્‍હી,તા. ૯ : એક તરફ સુરત સહિત આખા ગુજરાતમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે બનતી ક્રાઇમની ઘટનામાં વધારો જોવા મળ્‍યો છે. તો બીજી તરફ સ્‍કૂલોમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે. વિદ્યાર્થીઓ ઘરમાં હોય કે પછી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો હોય તો વાલીઓ નચિંત રહેતા હોય છે. પરંતુ રહેતા હોય છે. પરંતુ વિદ્યાર્થી ઘરથી સ્‍કૂલ જતો હોય અથવા સ્‍કૂલથી ઘરે આવતો હોય તો વાલીઓ ચિંતા અનુભવતા હોય છે. જો કે, વાલીઓની આ ચિંતા હવે જીપીએસ ટ્રેકર ધરાવતી સ્‍માર્ટ સ્‍કૂલબેગે દૂર કરી છે. સ્‍માર્ટ સ્‍કૂલબેગથી વાલીઓ વિદ્યાર્થીઓની પળ પળની મૂવમેન્‍ટ ટ્રેક કરી શકે છે. અને તે પણ પોતાના સ્‍માર્ટ ફોનથી ટ્રેક કરી શકે છે. એક વખત ચાર્જ કર્યા બાદ સ્‍માર્ટ સ્‍કૂલબેગ પંદર કલાક સુધી કામ કરે છે. સ્‍માર્ટ સ્‍કૂલબેગ વિદ્યાર્થીઓની મૂવમેન્‍ટનો ડેટા ત્રણ મહિલા સુધી સાચવી રાખે છે. સ્‍માર્ટ સ્‍કૂલબેગની સ્‍પેશિયલ એપ સ્‍માર્ટ ફોન સાથે જ સ્‍માર્ટ વોચમાં પણ ચાલે છે. ઉપરાંત વિદ્યાર્થી સેઇફ ઝોનની બહાર જશે તો વાલીના મોબાઇલ પર તરત જ મેસેજ આવી જશે તે સાથે વિદ્યાર્થી સ્‍માર્ટબેગનું પેનિક બટન દબાવીને વાલીઓને એલર્ટ પણ કરી શકશે.

 

સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ સામે આવી ઘટના બનતી હોય છે

 વાલી ઠપકો આપે તો વિદ્યાર્થી ઘર છોડવાનું દુઃસાહસ કરી શકે : વિદ્યાર્થીઓને કોઇ ઠપકો આપે તો આપઘાત કરવા બ્રિજ પર પહોંચી જઇ શકે : વિદ્યાર્થીની સાથે છેડતી કે પછી બળાત્‍કાર જેવી ઘટના ઘટી શકે : વિદ્યાર્થી વાલીની જાણ વિના સ્‍કૂલે ગુલ્લી મારીને હરવા ફરવા જતા રહે : વિદ્યાર્થીઓ ખોટી સંગતથી નશાના રવાડે ચડી જતા હોય છે : સ્‍કૂલ કે ટયુશનમાં આગ સહિતની કોઇ પણ ઘટના બનતી હોય છે

 

સંકટમાં પેનીક બટનનો પણ વપરાશ કરી શકાશે

નાદાનિયતમાં ઘણા વિદ્યાર્થીઓ સ્‍કૂલે કે પછી ટયુશને ગુલ્લી મારી હરવા ફરવા માટે જતા હોય છે. જે પછી ખરાબ સંગત મળતા જ વિદ્યાર્થીઓ ખોટા રવાડે ચઢી જતા હોય છે. જો કે, આ વાતની વાલીઓને ખબર જ હોતી નથી. પણ હવે આવી સ્‍માર્ટ સ્‍કૂલબેગથી વાલી વિદ્યાર્થીની મુવમેન્‍ટને ટ્રક કરશે. જેથી વિદ્યાર્થી શિસ્‍તમાં રહેશે. અને ખોટા રવાડે ચઢશે નહીં સ્‍કૂલ, ટયુશન કે રસ્‍તામાં કોઇ પણ ઘટના બની હશે તો વિદ્યાર્થી પેનિક બટન દબાવીને તે તરત જ વાલીને જાણ કરી દેશે.

 

ટેક્‌નોલોજીનો વધુ વપરાશથી સલામતી જળવાશે

વિદ્યાર્થીઓની સેફટી માટે સ્‍માર્ટ બેગ બનાવાયા છે. ટેકનોલોજીથી રિયલ ટાઇમ ટ્રેકર ચિપ મૂકાઇ છે. આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓના કિસ્‍સામાં અને તેમની સાથે થતી કોઇ પણ પ્રકારની અસામાજિક પ્રવૃતિ બાબત ઉપયોગી બનશે એવી આશા છે હવે જ્‍યારે વ્‍યસ્‍તતાભર્યા જીવનમાં આપણી પાસે બાળકની સાથે રહેવાનો બાળકને લઇ આવવા અને લઇ જવાનો સમયના હોય તેવા સમયે સાયન્‍સ અને ટેકનોલોજીની આ નવી પધ્‍ધતિ અપનાવી જોઇએ.

(10:26 am IST)