Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

૨૦૨૧-૨૨ દરમિયાન મોદીની સંપત્ત્િ।માં છવ્વીસ લાખનો વધારો

વડાપ્રધાન કાર્યાલયે મંત્રીઓની સંપત્ત્િ। જાહેર કરી : વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, ૩૦ કેબિનેટ પ્રધાનોમાંથી ૮ પ્રધાનોની સંપત્ત્િ।ની વિગતો ઉપલબ્ધ છે અને રાજયના ૪૫ પ્રધાનોમાંથી માત્ર બે ની જ વિગતો ઉપલબ્ધ છે

નવી દિલ્હી, તા.૯: વડાપ્રધાન કાર્યાલયે પીએમ નરેન્દ્રભાઇ મોદીની સંપત્તિ જાહેર કરી છે. આ સાથે પીએમઓએ ૧૦ મંત્રીઓની સંપત્તિની વિગતો પણ આપી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જંગમ સંપત્તિના મૂલ્યમાં રૃ.૨૬.૧૩ લાખનો વધારો થયો છે. આ સાથે પીએમ મોદીએ ગુજરાતમાં રહેણાંક પ્લોટમાં પણ રોકાણ કર્યું છે.

પીએમ મોદીની જંગમ સંપત્તિ માર્ચ ૨૦૨૧ના અંતે ૧,૯૭,૬૮,૮૮૫ રૃપિયા હતી, જે માર્ચ ૨૦૨૨ના અંતે વધીને ૨,૨૩,૮૨,૫૦૪ રૃપિયા થઈ ગઈ છે. તેમાં ફિકસ્ડ ડિપોઝિટ, બેંક બેલેન્સ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, જીવન વીમા પોલિસી, બેંક બેલેન્સ, જવેલરી અને રોકડનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદીએ સ્થાવર મિલકતોની કોલમમાં 'ઝીરો' ચિહ્રિનત કર્યું છે. એક નોંધમાં કહેવામાં આવ્યું છે કે, 'રિયલ એસ્ટેટ સર્વે નંબર ૪૦૧/ખ્ અન્ય ત્રણ સંયુકત માલિકો સાથે સંયુકત રીતે શેર કરવામાં આવ્યો હતો અને દરેક પાસે ૨૫્રુનો સમાન હિસ્સો હતો. એક ભાગ દાનમાં આપવામાં આવ્યો છે. ગયા વર્ષે પીએમ મોદીએ ગાંધીનગરના સર્વે નંબર ૪૦૧/એ સેકટર-૧મા સ્થિત એક રહેણાંક પ્લોટમાં કવાર્ટર (૩,૫૩૧.૪૫ ચોરસ ફૂટ) લિસ્ટ કર્યું હતું, જેની કુલ બજાર કિંમત રૃ. ૧.૧૦ કરોડ હતી.

પીએમઓની વેબસાઈટ રાજનાથ સિંહ, આરકે સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, હરદીપ સિંહ પુરી, જી કિશન રેડ્ડી, જયોતિરાદિત્ય સિંધિયા, પુરૃષોત્ત્।મ રૃપાલા, વી મુરલીધરન, ફગન સિંહ કુલસ્તે અને મુખ્તાર અબ્બાસ નકવી સહિત ૧૦ કેન્દ્રીય મંત્રીઓની સંપત્ત્િ। પણ દર્શાવે છે. ૬ જુલાઈ ૨૦૨૨ ના રોજ). ૩૦ કેબિનેટ મંત્રીઓમાંથી ૮ મંત્રીઓની સંપત્ત્િ।ની વિગતો ઉપલબ્ધ છે અને રાજયના ૪૫ મંત્રીઓમાંથી માત્ર બેની જ વિગતો ઉપલબ્ધ છે. રાજયના બે મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)ની સંપત્ત્િ।ની વિગતો ઉપલબ્ધ નથી.

કેન્દ્રીય પ્રધાનોમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની જંગમ સંપત્ત્િ।નું મૂલ્ય ૩૧ માર્ચ, ૨૦૨૨ ના રોજ રૃ. ૨.૨૪ કરોડથી વધીને રૃ. ૨૯.૫૮ લાખ વધીને રૃ. ૨.૫૪ કરોડ થયું છે. છેલ્લા ૨ વર્ષમાં તેમની સ્થાવર સંપત્તિ રૃ. ૨.૯૭ કરોડ હતી અને હજુ પણ એટલી જ છે.

નાગરિક ઉડ્ડયન પ્રધાન જયોતિરાદિત્ય સિંધિયાએ ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં કુલ રૃ. ૩૫.૬૩ કરોડની સંપત્ત્િ। અને રૃ. ૫૮ લાખની જવાબદારીઓ નોંધાવી છે. તેમની પત્ની પ્રિયદર્શિની રાજે સિંધિયાએ ૧૪.૩૦ લાખ રૃપિયાની સંપત્ત્િ। અને ૭૪,૦૦૦ રૃપિયાની જવાબદારીઓ નોંધાવી છે. સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ કુલ રૃ. ૧.૪૩ કરોડની સંપત્ત્િ।નો અહેવાલ આપ્યો છે. તેણે તેની પત્ની કાવ્યાના નામે ૮.૨૧ કરોડ રૃપિયાની જંગમ અને સ્થાવર સંપત્ત્િ। અને ૭૫.૧૬ લાખ રૃપિયાની જવાબદારીઓ પણ જાહેર કરી છે.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સંપત્ત્િ।નું મૂલ્ય ૧.૬૨ કરોડ રૃપિયાથી વધીને ૧.૮૩ કરોડ રૃપિયા થઈ ગયું છે. ધર્મેન્દ્ર પ્રધાને તેમની પત્ની મૃદુલા ટી પ્રધાનની સંપત્ત્િ। ૨.૯૨ કરોડ રૃપિયા દર્શાવી છે. પશુપાલન મંત્રી પુરૃષોત્ત્।મ રૃપાલાની કુલ સંપત્ત્િ। રૃ. ૭.૨૯ કરોડ જણાવવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં રૃ. ૧.૪૨ કરોડ વધુ છે. રૃપાલાએ પત્નિ સવિતાબેનની સંપત્તિ પ.૫૯ કરોડ બતાવી છે જે ગત વર્ષ કરતા ૪૫ લાખ વધુ છે.

(10:18 am IST)