Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ટ્રમ્પને ત્યાં FBI દરોડાથી ખળભળાટ

અમેરિકામાં કોઇ પૂર્વ રાષ્ટ્રપતિને ત્યાં રેડ પડી હોય એ પહેલી ઘટનાઃ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દરોડાથી લાલઘુુમ

ફલોરિડા સ્થિત નિવાસે દરોડોઃ તિજોરી તોડયાનો આરોપઃ રાષ્ટ્રપતિપદ છોડયા બાદ કેટલાક દસ્તાવેજો સાથે લઇ ગયા હોવાનો મામલો

વોશીંગ્ટન, તા.૯: અમેરિકી એજન્સી જ્ગ્ત્એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે દરોડા પાડ્યા છે. એફબીઆઈએ ફલોરિડામાં ટ્રમ્પના લકઝરી હોમ માર-એ-લાગો રિસોર્ટ પર સર્ચ શરૃ કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે એફબીઆઈએ રિસોર્ટ પર દરોડો પાડ્યો અને તિજોરી તોડી નાખી. પોતાના નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું કે આપણા દેશ માટે આ કાળો સમય છે કારણ કે ડેમોક્રેટ્સ નથી ઈચ્છતા કે હું ૨૦૨૪મા રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી કરું, તેથી આવું થઈ રહ્યું છે.

હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેઓ વ્હાઇટ હાઉસ છોડતી વખતે પોતાની સાથે ઘણા સત્ત્।ાવાર દસ્તાવેજો લાવ્યા હતા, જેમાંથી મોટા ભાગના સત્તાવાર દસ્તાવેજો હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા જ્ગ્ત્ એજન્ટોએ ટ્રમ્પના ઘરને ઘેરી લીધું છે અને તેમના ઘરની તલાશી લેવામાં આવી રહી છે. જયારે મીડિયાએ એફબીઆઈના પ્રવકતાને આ અંગે સવાલ પૂછ્યા તો તેમણે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો.

એજન્સી પર વળતો પ્રહાર કરતા ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે આવું કયારેય બન્યું નથી. તપાસ એજન્સીઓના સહયોગ છતાં આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે ન્યાયતંત્રનો એક હથિયાર તરીકે દુરુપયોગ કરવા જેવું છે. આ કટ્ટર લેફટ ડેમોક્રેટ્સ તરફથી હુમલો છે. તેઓ નથી ઈચ્છતા કે હું ૨૦૨૪ની ચૂંટણી લડું.

ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ આ દરોડો કોઈપણ સૂચના વિના કરવામાં આવ્યો છે. એફબીઆઈ એજન્ટોએ માર-એ-લિગો પર દરોડા પાડ્યા ત્યારે ટ્રમ્પ પોતે ત્યાં ન હતા. ટ્રમ્પ પર આરોપ છે કે તેઓ ગયા વર્ષે વ્હાઈટ હાઉસ છોડ્યા ત્યારે તેમની સાથે કેટલાક દસ્તાવેજો લઈ ગયા હતા. જોકે, અત્યાર સુધી એફબીઆઈ દ્વારા આ આરોપની પુષ્ટિ કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે અનેક અવસરો પર કહ્યું છે કે તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગે છે. એટલું જ નહીં, તેમની રિપબ્લિકન પાર્ટીમાં તેમને પડકારવા માટે તેમના કદના અન્ય કોઈ નેતા નથી. ટ્રમ્પ પર ઓફિસમાં હોય ત્યારે સત્તાવાર દસ્તાવેજો ફાડવાનો અને ફલશ કરવાનો પણ આરોપ છે

(10:32 am IST)