Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

હોકીને રાષ્ટ્રીય રમત જાહેર કરવા માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા : અરજદારે કરી અરજી

હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે તેવી પ્રચલિત માન્યતા પણ કેન્દ્ર સરકારે કોઇ જ રમતને દેશની રાષ્ટ્રીય રમત જાહેર કરી નથી

નવી દિલ્હી : હોકીને રાષ્ટ્રીય રમત જાહેર કરવા માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે અરજદારે આ મામલે સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે 

  અત્રે ઉલ્લેખનીય છે કે હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે તેવી પ્રચલિત માન્યતા છે, પરંતુ યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોઇ જ રમતને દેશની રાષ્ટ્રીય રમત જાહેર કરી નથી.

મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના એક શિક્ષકે માહિતી અધિકાર કાયદા?(આરટીઆઇ) તળે માગેલી જાણકારીના જવાબમાં મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી. સિંધખેડાની શાળાનાં શિક્ષક મયૂરેશ અગરવાલે જણાવ્યું હતું કે, હોકીને ક્યારે રાષ્ટ્રીય રમત જાહેર કરાઇ હતી, તેવું મારા વિદ્યાર્થીઓએ મને પૂછતાં મેં આ અરજી કરી હતી. 

(11:14 pm IST)