Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા રદ થતા પરીક્ષા ફી પાછી આપવાની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી : આ મુદ્દો વિચારવા યોગ્ય નથી : બોર્ડ દ્વારા પરીક્ષા લેવા માટે કરાયેલી પૂર્વ તૈયારીનો ખર્ચ ધ્યાનમાં લેવાયો

ન્યુદિલ્હી : ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા રદ થતા આ માટે લેવાયેલી પરીક્ષા ફી પાછી આપવાની પિટિશન સુપ્રીમ કોર્ટેમાં દાખલ કરાઈ હતી.જેમાં રાજ્ય સરકારોએ આ ફી પરત આપી દેવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે આ પિટિશન ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિ એએમ ખાનવિલકર અને દિનેશ મહેશ્વરીની ખંડપીઠે અરજીને ફગાવી દેતા કહ્યું છે કે આ મુદ્દો વિચારવા યોગ્ય નથી.

બોર્ડ દ્વારા પરીક્ષા લેવા માટે કરાયેલી પૂર્વ તૈયારીનો ખર્ચ ધ્યાનમાં લઇ છેલ્લી ઘડીએ પરીક્ષા રદ થતા ફી પછી આપવા અસમર્થતા દર્શાવી હતી.જે નામદાર કોર્ટે માન્ય રાખી હતી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:04 pm IST)