Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

નોર્ધર્ન કેલિફોર્નિયા હવે આગના ધુમાડા અને ગરમ પવનથી મુક્ત થવા લાગ્યું છે : સ્ટેટના અત્યાર સુધીના સૌથી મોટા દાવાનળે ઘણો વિનાશ વેર્યો : 370 પરિવારો અને 14 હજાર જેટલા મકાનો અસરગ્રસ્ત થયા : ફાયર ફાઇટર્સની રાત દિવસની મહેનત ફળી રહી હોવાનું જંગલ ખાતાના અધિકારીનું મંતવ્ય

કેલિફોર્નિયા : સ્ટેટના અત્યાર સુધીના સૌથી મોટા દાવાનળે ઘણો વિનાશ વેર્યા પછી નોર્ધર્ન કેલિફોર્નિયા હવે આગના ધુમાડા અને ગરમ પવનથી મુક્ત થવા લાગ્યું છે . આ દાવાનળને કારણે 370 પરિવારો અને 14 હજાર જેટલા મકાનો અસરગ્રસ્ત થયા હતા . અનેક સૂકા તથા લીલા વૃક્ષો આગમાં ભસ્મીભૂત થઇ જવા પામ્યા છે. આગનો ધુમાડો વાતાવરણમાં ફેલાતા આજુબાજુના વિસ્તારોમાં વસતા લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી.વાતાવરણ એકદમ ગરમ હોવાનું જણાતું હતું. આ સંજોગોમાં ફાયર ફાઇટર્સની રાત દિવસની મહેનતને કારણે ધીમે ધીમે વાતાવરણ પૂર્વવત થઇ રહ્યું હોવાનું જંગલ ખાતાના અધિકારીએ મંતવ્ય વ્યક્ત કર્યું છે.

ફાયર ફાઇટર્સના જણાવ્યા અનુસાર ચાર સપ્તાહ પહેલા શરૂ થયેલા દાવાનળને કારણે 725 સ્કવેર માઈલ એટલે કે 1,875 કિલોમીટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો.જે ન્યુયોર્ક કરતા બમણો વિસ્તાર હતો.

જંગલમાં આગ લાગવાના કારણમાં પ્રાથમિક તબક્કે જાણવા મળ્યા મુજબ ગેસની પાવર લાઈન ઉપર વૃક્ષ પડવાથી આગ લાગી હોવી જોઈએ. વિશેષ તપાસ ચાલુ છે. જેનો રિપોર્ટ 16 ઓગસ્ટ સુધીમાં આવવાની ધારણા છે.

વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ ક્લાઈમેટ ચેન્જની અસરને કારણે  આ વિસ્તાર છેલ્લા 30 વર્ષથી વધુ ગરમ અને સૂકો બની રહ્યો છે. જે  વધુને વધુ ગરમ અને સૂકો વિસ્તાર બનતો જશે તેવું એપીએન દ્વારા જાણવા મળે છે.

(7:27 pm IST)