Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

દિલ્હીમાં માસ્ક પહેર્યા વગર ફરતી મહિલાને અટકાવતા સિવિલ ડિફેન્સ કર્મચારીને માર્યો માર: મહિલા વિરુદ્ધ નોંધાયો ગુન્હો

સ્કૂટી પર સવાર મહિલાએ તેની એક સાથી મહિલાને સ્થળ પર બોલાવી:કર્મચારીઓ અને તેના સહયોગીઓ પર હુમલો કર્યો : પોલીસે બંને આરોપી મહિલાઓની ધરપકડ કરી ગુનો નોંધ્યો

નવી દિલ્હી : દિલ્હીના પીરાગઢી મેટ્રો સ્ટેશન પરથી એક મહિલા માસ્ક વગર જઈ રહી હતી. મહિલાને જ્યારે નાગરિક સંરક્ષણ કર્મચારીઓએ અટકાવી તો તેણીએ સિવિલ ડિફેન્સ કર્મચારી મારામારી કરવાનું શરૂ કર્યું હતું. આ પછી સ્કૂટી પર સવાર મહિલાએ તેની એક સાથી મહિલાને સ્થળ પર બોલાવી અને કર્મચારીઓ અને તેના સહયોગીઓ પર હુમલો કર્યો અને અપમાન કર્યું. પોલીસે બંને આરોપી મહિલાઓની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધ્યો હતો.

મળતી માહિતી મુજબ ગ્રંથપાલ આનંદ સરકારી સર્વોદય બાલ વિદ્યાલય ટિકરી કલાનમાં પોસ્ટ કરાયા છે. જે હાલમાં એસડીએમ પંજાબી બાગની ઓફિસ સાથે જોડાયેલ છે. તેમણે કહ્યું કે, તેઓ એક શિક્ષક અજમેર સિંહ અને નાગરિક સંરક્ષણ કર્મચારીઓ સાથે પીરાગઢી મેટ્રો સ્ટેશન નજીક કોરોના નિયમોના ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે, તે જ સમયે તેણે સ્કૂટી પર સવાર એક છોકરીને રોકી જેનું નામ સાધના છે. કારણ કે તે માસ્ક વગર હતી. સ્ટાફને છોકરીનું ચલાણ કરવાનું કહેવામાં આવ્યું. આ પછી યુવતીએ તેના પરિચિત મીનુ સિંહને ફોન કર્યો જે ત્યાં જ ગામમાં રહે છે. જ્યારે મહિલા આવી ત્યારે તેણે ચલણ ભરવાને બદલે કોવિડ ડ્યુટીમાં લાગેલી ટીમ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું.

 

મહિલાએ ત્યાં તૈનાત ટીમના લોકો સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું અને ત્યાં તૈનાત પોલીસ કર્મચારીને માર માર્યો. ત્યાં હાજર લોકોએ પણ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલાએ પોતાનો ગુસ્સો પોલીસ કર્મચારી પર ઉતાર્યો. પોલીસે મહિલા સામે કેસ નોંધ્યો છે

(6:34 pm IST)