Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

દિગ્‍ગજ ટેક્‍નોલોજી કંપની ગુગલ બજારમાં સ્‍માર્ટફોન લાવવાની તૈયારીમાં: 26 ઓગષ્‍ટે સુવિધાથી સજ્જ મોબાઇલ લોન્‍ચ કરશે

લગભગ 33390 રૂપિયાની કિંમતમાં મળશેઃ ઓનલાઇન અને ફિઝીકલ રિટેલ સ્‍ટોર ઉપર વેંચાણ થવાની સંભાવના

નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક્નોલોજી કંપની ગૂગલે પોતાના Pixel 5a સ્માર્ટફોનને લાવવાની તૈયારીમાં છે. આ કંપનીનો સસ્તો ફોન હશે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફોનનું લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું છે. પરંતુ એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Google Pixel 4a સ્માર્ટફોન આ મહિને લોન્ચ થવાનો છે. લોન્ચ ડેટ સિવાય સ્માર્ટફોનની કિંમત પણ લીક કરી દેવામાં આવી છે. આવો જાણીએ આ ફોન વિશે...

લોન્ચ ડેટ અને ફીચર્સ

એક ટેક વેબસાઇટ FrontPageTech ના રિપોર્ટ પ્રમાણે ગૂગલ નવા Pixel 5a ડિવાઇસને 26 ઓગસ્ટે લોન્ચ કરશે. તારીખનો ખુલાસો મામલાની જાણકારી રાખનાર સૂત્રોએ કર્યે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Pixel 5a સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 765G પ્રોસેસર, 6GB રેમ અને 4650mAh ની બેટરી હશે.

અન્ય ફીચર્સની વાત કરીએ તો ફોનમાં 6.4 ઇંચની સ્ક્રીન મળી શકે છે. આ ડિસ્પ્લે 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટની સાથે આવશે. તેમાં 2020માં આવેલા Pixel 5 ડિવાઇસ જેવો કેમેરો અને એક હેડફોન જેક મળવાની આશા છે. તેમાં IP67 રેટિંગ મળી શકે છે, પરંતુ ડિવાઇસ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે નહીં. ધ્યાન આપવા જેવી વાત છે કે ફેબ્રુઆરીમાં લીક થયેલા રિપોર્ટમાં પણ આ પ્રકારના સ્પેસિફિકેશન જણાવવામાં આવ્યા હતા.

કેટલી હશે કિંમત

જે લોકો Pixel 5a ના ભારતમાં લોન્ચ થવાની રાહ જોઈ રહ્યાં છે, તેને નિરાશા થઈ શકે છે. આવું એટલા માટે કારણ કે ગૂગલે પહેલા જ જાહેરાત કરી હતી કે ફોન માત્ર યૂએસ અને જાપાનમાં લોન્ચ કરવામાં આવશે. જ્યાં સુધી ફોનની કિંમતની વાત છે કે તેની કિંમત 450 ડોલર (લગભગ 33390 રૂપિયા) હોવાની આશા છે અને તેનું વેચાણ ઓનલાઇન અને ફિઝિકલ રિટેલ સ્ટોર દ્વારા થવાની સંભાવના છે.

(4:39 pm IST)