Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રિલાયન્‍સ જીયો-એરટેલ અને વોડાફોન વચ્‍ચે સસ્‍તા પ્‍લાન આપવાની સ્‍પર્ધાઃ ત્રણેય કંપની દ્વારા દરરોજ 3 જીબી ડેટા આપવાની ઓફર

જીયોનો પ્‍લાન સૌથી સસ્‍તોઃ અનલિમીટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની ઓફર

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન જેવી ટેલીકોમ કંપની વચ્ચે સસ્તા પ્લાનની હોટ મચી છે. ત્રમેય કંપનીઓ પાસે લગભગ દરેક બજેટના રિચાર્જ પ્લાન હાજર છે. પરંતુ ઘણીવાર ગ્રાહકોને સમજાતું નથી કે ક્યા પ્લાન લેવો જોઈએ. તેવામાં આજે અમે તમને ત્રણેય કંપનીઓના દરરોજ 3જીબી ડેટા આપતા સસ્તા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ. તેનાથી તમે જાણશો કે કઈ કંપનીના પ્લાનમાં વધુ ફાયદો છે.

Vodafone Idea નો 398 રૂપિયાનો પ્લાન

વોડાફોનના દરરોજ 3જીબી ડેટાવાળા સસ્તા પ્લાનની કિંમત 398 રૂપિયા છે. તેમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. તેમાં બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. આ સિવાય બિંજ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને Vi Movies & TV VIP નું એક્સેસ આપવામાં આવે છે.

Airtel નો 398 રૂપિયાનો પ્લાન

વોડાફોન-આઈડિયાની જેમ એરટેલના પ્લાનની કિંમત 398 રૂપિયા છે. તેમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી અને દરરોજ 3 જીબી (કુલ 84 જીબી) ડેટા મળે છે. આ સિવાય બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. આ સિવાય પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ, Airtel Xstream પ્રીમિયમ,  Free Hellotunes અને Wynk Music Free ની મેમ્બરશિપ મળે છે.

Jio નો 349 રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જીયોનો આ પ્લાન સૌથી સસ્તો છે. જીયોના 349 રૂપિયાના પ્લાનમાં 28 દિવસ માટે દરરોજ 3 જીબી ડેટા મળે છે. એટલે કે કુલ 84 જીબી ડેટા, બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ સાથે પ્લાનમાં  JioTV, JioCinema, JioNews, JioSecurity અને JioCloud જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.

(4:38 pm IST)