Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

બિમાર પિતાની મદદ કરવા યુવા બોકસરે નોકરી છોડી દીધી

પાર્કિંગમાં ટિકીટ ફાડવા મજબુર

નવી દિલ્હીઃ આપણા દેશના ખેલાડીઓની સ્થિતિ એવી હશે તો ભલા તેમની પાસે આટલા મોટા પ્લેટફોર્મ પર મેડલ જીતવાની આશા કંઈ રીતે રાખી શકાય છે

 ચંડીગઢથી કેટલીક તસવીર સામે આવી છે જેમાં રિતુ નામની યુવા બોકસર  ર્પાકિંગની પાવતીઓ ફાડી રહી છે. એવી સ્થિતિમાં રમત સાથે સાથે તેના મનોબળ પર પણ તેની પ્રતિકૂળ પ્રભાવ પડશે. બોકસર રિતુ જણાવે છે કે તેણે પોતાના ઘરનો ખર્ચ ચલાવવા માટે આ કામ કરવું પડી રહ્યું છે. તેના પિતા બીમાર છે એવામાં ઘર ચલાવવા માટે તેને પોતાની ગેમ છોડવી પડી. આમ રિતુને પોતાની ગેમ છોડવી પડી પરંતુ અભાવો છતા ઓલિમ્પિક સુધી પહોંચેલા ખેલાડીઓની ઘરેલુ સ્થિતિ પણ વધારે સારી નથી. તેમની તસવીરો પણ સામે આવી હતી.

(4:34 pm IST)