Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

અમેરિકામાં કોરોનાનો ફૂફાડો : ૨૪ લાખની વસ્તી ધરાવતા ઓસ્ટિનમાં માત્ર ૬ આઇસીયુ બેડ ખાલી !!

ન્યૂયોર્ક તા. ૯ : અમેરિકાનાં રોજના એકાદ લાખ જેટલાં કોરોનાનાં કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા નાગરિકોને ખતરાની ચેતવણી આપવામાં આવી હતી. અમેરિકાનાં ઓસ્ટિન વિસ્તાર ટેકસાસ રાજયમાં આવેલ છે જેમાં ૨૪ લાખની વસ્તી વસવાટ કરે છે. આ વિસ્તારમાં હવે માત્ર ૬ ઇન્ટેનસીવ કેર યુનિટ બેડ બાકી બચ્યા છે બાકીનાં તમામ બેડ ભરાઈ ચૂકયા છે. ભારત સહિતનાં દેશો માટે ત્રીજી લહેરની વાપસી માટે આ ખતરાની ઘંટડી સમાન સમાચાર છે.ઙ્ગ

આ રાજયના સ્વાસ્થ્ય વિભાગના આંકડાઓ મુજબ ઓસ્ટિનમાં માત્ર છ ICU બેડ બાકી વધ્યા છે અને ૩૧૩ વેન્ટિલેટર બાકી બચ્યા છે. પબ્લિક મેડિકલ ડિરેકટર ડેસ્મારે જણાવ્યું હતું કે અહીં સ્થિતિ ગંભીર છે. સ્થાનિકોને ટેકસ્ટ મેસેજ, ઈમેઈલ અને ફોન કોલ્સ દ્વારા આપત્ત્િ।ની ચેતવણી પણ આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. આપણી હોસ્પિટલ પર બોજ વધી રહ્યો છે અને આપણે વધી રહેલા કેસો સામે બનતું તમામ કરવું જોઈએ.ઙ્ગ

વેકસીનેટેડ લોકોને પણ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા માસ્ક સહિતના નિયમો પાળવા માટે વિનંતી કરવામાં આવી હતી. એક મહિનામાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર ૬૦% જેટલો વધી ગયો હતો. વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યા ૧૦૨ સુધી પહોંચી ગઈ હતી. એકલા ઓસ્ટિનમાં કેસોની સંખ્યા દસ ગણી થઈ ગઈ હતી.

દેશભરમાં નવા ઇન્ફેકશનની સંખ્યા એક લાખ કરતાં વધી ગઈ હતી. શુક્રવારે અઠવાડિક કેસોની સંખ્યા ૭,૫૦,૦૦૦ કરતાં વધારે નોંધાઈ હતી. છેલ્લા એક મહિનામાં રોજના મૃત્યુની સંખ્યા ડબલ થઈ ગઈ હતી.ઙ્ગ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખના ચીફ મેડિકલ અડવાઇઝર એન્થની ફોસીએ જણાવ્યું હતું કે આઅ ખરેખર ખરાબ વળાંક છે. ટેકસાસ સિવાય ફલોરિડામાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. ૪૦% કરતાં વધારે ઇન્ફેકશન દર નોંધાયો હતો.

(4:33 pm IST)