Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પાકિસ્તાને ડ્રોનથી અમૃતસરમાં શસ્ત્રો, હેન્ડગ્રેનેડ, ૧૦૦થી વધુ કાર્તુસ તથા ટીફીન બોમ્બ ઘુસાડયા

પંજાબને ધણધણાવવાના ષડયંત્રનો પર્દાફાશ

નવી દિલ્હી, તા. ૯ :. સ્વતંત્રતા દિવસ પહેલા પાકિસ્તાન દ્વારા ભારતમાં અસ્થિરતા ફેલાવવાનો પુરેપુરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્રાસવાદીઓને મદદ કરવા માટે તે સરહદી વિસ્તારોમાં ડ્રોનના માધ્યમથી શસ્ત્રો અને બોમ્બ મોકલવાનું કામ કરી રહ્યુ છે. અમૃતસર પાસેના એક ગામમાંથી પોલીસે ટીફીન બોમ્બ સહિત શસ્ત્રોની મોટી ખેપ જપ્ત કરી છે.

પાકિસ્તાન પોતાની નાપાક હરકતો ચાલુ જ રાખે છે. સીમાપારથી તે સતત પ્રયાસ કરે છે કે કોઈપણ રીતે પોતાના સાથીઓને શસ્ત્રો પહોંચાડી શકે આથી તેણે પંજાબના અમૃતસરમાં ડ્રોનથી હથીયારોનો જથ્થો મોકલ્યો હતો. જો કે ગામલોકોની સતર્કતા બાદ પંજાબ પોલીસે તે જપ્ત કરી લીધેલ છે.

પાકિસ્તાને સાત થેલીઓમાં હેન્ડગ્રેનેડ, કાર્તુસ અને આઈઈઈડી મોકલ્યા હતા પંજાબ પોલીસે પાકિસ્તાનના ઈરાદા ધૂળમાં મેળવી દીધા છે.

પંજાબ ઉપરથી મોટો ખતરો ટળી ગયો છે. જેમાં પાંચ હેન્ડગ્રેનેડ, ૧૦૦ ૯ એમ.એમ. કાર્તુસ અને ટીફીન બોમ્બ મોકલ્યા છે. આઈઈડી બોમ્બમાં બે કિલો આર્ડીએકસ લગાવાયુ છે અને સ્વીચ થકી ટાઈમ બોમ્બ બનાવવામાં આવેલ છે. મેગ્નેટ લગાવી બોમ્બને એવી રીતે બનાવાયો છે કે બોમ્બનું મિસ હેન્ડલીંગ કરવા પર ધડાકો થઈ શકે છે.

(3:23 pm IST)