Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ચંબલ સેન્ચ્યુરી પર પુરની આફત

આ વર્ષે જન્મયા હતા હજારો બચ્ચા

ઇરાવા,તા. ૯ : જૂનમાં મુરૈના અને બરહી ઘાટની ચંબલ સેન્ચ્યુટીમાં ખુશીનો માહોલ હતો. હેંચીંગ પછી ઇંડામાંથી હજારો બાળ ઘડીયાલ બહાર આવ્યા હતા. તેમાંથી કેટલાક ને નદીમાં છોડી દેવાયા હતા. અને કેટલાકને છોડવાના હતા. પણ ચંબલ નદીમાં આવેલ પુરે આફત ફેલાવી. ઘડીયાલના હજારો બચ્ચા તણાઇ ગયા. ઇટાવાની આગળ સેંકડો ઘડીયાલ નદી કિનારે મૃત મળી આવ્યા ચંબલના પુરથી અહીંની ડોલ્ફીન માટે પણ જોખમ છે.

ચંબલ સેન્ચ્યુરીના ડીએફઓ દિવાકર શ્રી વાસ્તવ જણાવે છે કે ચંબલના ભીષણ પુરથી ઘડીયાલના હજારો બચ્ચાઓ પાણી તેજ વહેણની ઝટપમાં આવી ગયા. નાના બચ્ચાઓના બચવાની આશા નહિંવત છે. ૨૦૧૯માં ચંબલમાં પુર આવ્યું ત્યારે ફકત મોટા ઘડિયાલ જ બચ્યા હતા. આ વર્ષે પણ મોટા ઘડિયાલો પોતાના સ્થાને પાછા આવી જશે પણ હજારો નાના બચ્ચાઓ ગુમાવવા પડશે.

ચંબલ સેન્ચ્યુરીમાં જૂનમાં કરાયેલ ગણત્રીમાં ઘડીયાલોના ૪૦૫૦ બચ્ચા હતા. જન્મ પછી ફકત પાંચ ટકા બચ્ચાઓ જ જીવતાં રહેવાની શકયતા હોય છે. લખનૌના કુકરૈલથી લગભગ ૧૫૦૦ બચ્ચાઓ અહીં લાવીને છોડ્યા હતા. તેમની જીંદગી પણ જોખમમાં છે.ચંબલ નદીમાં ડોલફીનની સંખ્યા ૭૦  આસપાસ છે. પુરથી તેમના પર પણ અસર થઇ શકે છે. તે ઉંડા પાણીમાં રહે છે. નદીનું જળસ્તર વધવાથી જળચર જીવોનું જીવન સંકટમાં આવી જાય છે. ઝડપી વહેણમાં તે મરી જાય છે.

(2:59 pm IST)