Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

' જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ' : અમેરિકાથી પ્રસિદ્ધ થતા વિશ્વ વિખ્યાત મેગેઝીન ' દેશ પરદેશ ' ના પ્રથમ વાર્ષિક દિવસ નિમિતે 13 ઓગસ્ટ 2021 ના રોજ કાર્યક્રમોની હારમાળા : ડો.વિઠ્ઠલભાઈ ધડૂક, ડો.દિનેશ પટેલ , સુશ્રી શોભનાબેન પટેલ , તથા શ્રી આલબર્ટ જસાણીના સહકાર સાથે ન્યૂજર્સીમાં થનારી ઉજવણી અંતર્ગત શ્રી બીના શાહની ઉપસ્થિતિમાં ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે : ગુજરાતના નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજકુમાર દેસાઈને અમેરિકામાં રહેતા એનઆરઆઈ સમુદાય તરફથી ' સ્પેશિઅલ ઓનર એવોર્ડ ' થી નવાજવામાં આવશે

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ' જ્યાં જ્યાં વસે એક ગુજરાતી  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત '. અમેરિકાથી પ્રસિદ્ધ થતા વિશ્વ વિખ્યાત મેગેઝીન ' દેશ પરદેશ ' ના પ્રથમ વાર્ષિક દિવસ નિમિતે 13 ઓગસ્ટ 2021 ના રોજ ન્યૂજર્સીમાં વિવિધ કાર્યક્રમોની હારમાળાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ગુજરાત આઇકોન એવોર્ડ 2020 એન.જે. , ગુજરાત ડે ,તથા ઇન્ડિપેન્ડન્સ ડે ની ઉજવણી કરાશે .  ઉજવણી અંતર્ગત કોમ્યુનિટી લીડર શ્રી બીના શાહની ઉપસ્થિતિમાં ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે . ઉપરાંત દેશ પરદેશ મેગેઝીન તરફથી ગુજરાતના નડિયાદના ધારાસભ્ય ( મુખ્ય દંડક ,ભાજપ ગુજરાત પ્રદેશ ) દ્વારા કોવિદ -19 દરમિયાન કરાયેલી પ્રશંસનીય સેવાઓ બદલ તેમને ડો.વિઠ્ઠલભાઈ ધડૂક, ડો.દિનેશ પટેલ , સુશ્રી શોભનાબેન પટેલ , તથા શ્રી આલબર્ટ જસાણીના સહકાર સાથે એનઆરઆઈ સમુદાય તરફથી  ' સ્પેશિઅલ ઓનર એવોર્ડ ' થી નવાજવામાં આવશે . કાર્યક્રમના ચીફ ગેસ્ટ તથા સ્પોન્સર તરીકે ડો.વિઠ્ઠલભાઈ ધડુક રહેશે.

13 ઓગસ્ટ 2021 ના રોજ સાંજે 6-00 વાગ્યાથી શરૂ થનારી ઉજવણીનું સ્થળ રોયલ ગ્રાન્ડ મેનોર ,2863 , વુડબ્રિજ એવ. ,  એડિસન ન્યુજર્સી રાખવામાં આવ્યું છે.

કાર્યક્રમના આયોજકો તરીકે શ્રી નિમિષ પટેલ (ચેરમેન )  ( 551 ) 268-7007 ,શ્રી સમીર રાવલ ( વાઇસ પ્રેસિડન્ટ ) ( 516 ) 642 -1867 છે. ઈમેલ info@deshpardesh.us WWW.DESHPARDESH.US  
કાર્યક્રમ માત્ર આમંત્રિતો માટે જ છે. અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન વિના 25 ડોલર ભરવાના રહેશે.
CDC ગાઈડ લાઈનનો ચુસ્ત અમલ કરાશે.માસ્ક જરૂરી છે.

(1:54 pm IST)