Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રસીને લઈ લોકોના મનમાં સંદેહ પેદા ન કરવો જોઈએ : લોકોને ટ્રાયલનો ડેટા જાણવાનો અધિકાર: સુપ્રીમ કોર્ટ

લોકોને વેકસીન લેવા મજબૂર કરવા પર અને ટ્રાયલ ડેટા સાર્વજનિક કરવા વાળી અરજી પર સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને નોટિસ પાઠવી: વેકસીન લેવા રસીકરણની મજબૂરી વાળી અરજીને નકારી કાઢી

 

નવી દિલ્હી : કોરોના વેકસીન ટ્રાયલનો ડેટા સાર્વજનિક કરવા માટેની અરજી જૈકબ પુલિયેલ દ્વારા કરવામાં આવી હતી. જૈકબ પુલિયેલે માંગ કરી હતી કે લોકોને કોરોના વેકસીનના ટ્રાયલનો ડેટા જાણવાનો અધિકાર છે. સાથે લોકોને એ પણ જાણવાનો અધિકાર છે કે કોરોના રસીથી કોઈ આગળ કોઈ મુશ્કેલી સર્જાઇ શકે છે કે કોઈ ખતરો છે કે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે એવો સંદેશ ન જવો જોઈએ કે આપણે વેકસીનના પ્રભાવીપણા પર સવાલ ઉઠાવી રહ્યા છીએ.ભારતમાં પહેલાથી જ વેકસીનને લઈને લોકોમાં ડરનો માહોલ છે. મહત્વનું છે કે લોકોને વેકસીન લેવા મજબૂર કરવા પર અને ટ્રાયલ ડેટા સાર્વજનિક કરવા વાળી અરજી પર સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને નોટિસ પાઠવી છે. જોકે સુપ્રીમ કોર્ટે વેકસીન લેવા રસીકરણની મજબૂરી વાળી અરજીને નકારી કાઢી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ એલ નાગેશ્વર રાવએ કહ્યું કે દેશમાં 50 કરોડ લોકોને વેકસીન આપી દેવાઈ છે. ત્યારે તમે એ ઈચ્છો છો કે વેકસીનેશન કાર્યક્રમને બંધ કરી દેવામાં આવે. દેશમાં પહેલાથી વેકસીનને લઈ ખોટી ચર્ચાનો માહોલ છે.

સુપ્રીમ કોર્ટે એ પણ ટાંક્યું કે WHOએ કહ્યું છે કે વેકસીન અસરકારકતાની ચર્ચાએ વધુ નુકસાન કર્યું છે. શું તમને લાગી રહ્યું છે કે આ લોકોના હિત માટે યોગ્ય કહેવાય? જ્યાં સુધી એ વાત સામે ન આવે કે જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ ગંભીર રૂપથી ખોટું કરવામાં આવ્યું છે. આપણે વેકસીનની અસરકારતાના સવાલથી લડી રહ્યા છીએ તો આવી અરજી લોકોના મનમાં સંદેહ પેદા ન કરવી જોઈએ, કોઈ આશંકા છે કે એક વખત આપણે અરજી પર વિચાર કરીએ તો એ સંકેત ન દેવો જોઈએ કે વેકસીનને ખચકાહાટને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે વેકસીનની આવશ્યક બાબતો પર અમેરિકા સહિત ઘણા બધા દેશોની અદાલતનો આદેશ છે. તમે કોઈ પણ રીતે લોકોના સ્વાસ્થય સાથે ચેડાં ન કરી શકો. 100 વર્ષમાં આપણે આવી મહામારી જોઈ નથી. ત્યારે ઈમરજન્સીમાં વેકસીનને લઈને સંતુલન બનાવવું જરૂરી છે.

આ તરફ અરજીકર્તા તરફથી પ્રશાંત ભૂષણે કહ્યું કે સીરો રિપોર્ટના પ્રમાણે 2/3 લોકો કોરોના સંક્રમણના ભરડામાં આવી ચૂક્યા છે. આવામાં કોરોના વેકસીનની એન્ટિબોડી વધારે કારગર છે. જ્યારે પોલિસી બનાવવામાં આવી છે કે જો તમે વેકસીનન લગાવી હોય તો યાત્રા પર ન જઈ શકો . આમ કેટલાય પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. તો સામે કેમ સરકાર ક્લિનિકલ ડેટાને જાહેર કરવાં ખચકાટ અનુભવી રહી છે. એ પણ જોવું જોઈએ કે વેકસીન લેવી કે ન લેવી તે લોકોના રસનો વિષય છે તો જે વેકસીન ન લે તેણે કોઈ પણ સુવિધાથી વંચિત ન રાખવા જોઈએ. રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટે લોકોને વેકસીન લેવા મજબૂર કરવા પર અને ટ્રાયલ ડેટા સાર્વજનિક કરવા વાળી અરજી પર કેંદ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.

(1:49 pm IST)