Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

આ અઠવાડીયે આવી રહયા છે ૪ આઇપીઓ : મોટો નફો કમાવાનો મોકો

ચાલુ નાણાકીય વર્ષમાં ૧૬ કંપનીઓએ આઇપીઓ મારફત ૩૦,૬૬૬ કરોડ રૂપીયા એકઠા કર્યા

નવી દિલ્હી, તા., ૯: આ અઠવાડીયે બજારમાં ૪ આઇપીઓ આવી રહયા છે. જેનાથી કંપનીઓ ૧૪,૬ર૮ કરોડ રૂપીયાથી વધુ રકમ એકઠી કરશે. જેમાં દેવયાની ઇન્ટરનેશનલ, કૃષ્ણા ડાયગ્નોસ્ટીકસ, વીંડલાસ બાયોટેક અને એકસારો ટાઇલ્સએ  ગયા હપ્તે ૩,૬૧૪ કરોડ રૂપીયા એકત્ર કરવા માટે પોતાના શેરોનું વેચાણ શરૂ કર્યુ હતું.

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૧૬ કંપનીઓએ આઇપીઓ દ્વારા ૩૦,૬૬૬ કરોડ રૂપીયા એકઠા કર્યા છે. જયારે આખા ર૦ર૦-ર૧માં ૩૦ કંપનીઓએ ૩૧,ર૭૭ કરોડ રૂપીયા એકઠા કર્યા છે. બજારના વિશ્લેષકોનું માનવું છે કે આખા નાણાકીય વર્ષ ર૦ર૧-રર દરમિયાન આઇપીઓ બજારમાં સારો માહોલ બનેલો રહેશે. નિરમા ગૃપની કંપની નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન અને કારટ્રેડ ટેક આજે પોતાના શરૂઆતના શેરોનું વેચાણ ચાલુ કરશે. એપટસ વેલ્યુ હાઉસીંગ ફાઇનાન્સ અને કેમપ્લાસ્ટ સનમાર આવતીકાલે મંગળવારે સબસ્ક્રીપ્શન માટે ખુલશે.

(1:22 pm IST)