Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ટોકયો ઓલિમ્પિકસ પૂર્ણ થયા બાદ બે વાવાઝોડાના જોખમઃ જાપાને મિરિન અને લ્યુપિટ વાવાઝોડાને પગલે ૩ લાખ લોકોને સ્થળાંતર કરવા આદેશ કર્યોઃ ૯૧ ફલાઈટ્સ રદ

જાપનના અલગ-અલગ સમુદ્રીક્ષેત્રમાં બે વાવાઝોડાંએ જોખમ વધારી દીધું છે. પ્રથમ વાવાઝોડાનું નામ મિરિને છે, જ્યારે બીજાનું નામ લ્યુપિટ છે. મિરિનેની અસર પૂર્વી ભાગમાં, જ્યારે લ્યુપિટની અસર દક્ષિણ-પશ્ચિમ ભાગ પર પડે એવી શક્યતા છે. વાવાઝોડાના ખતરાને પગલે જાપાને ૩ લાખ લોકોને સ્થળાતર કરવાનો આદેશ આપ્યો છે. લ્યુપિટને કારણે ૯૧ ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે. ટોકયો ઓલિમ્પિકસ પૂરો થઈ ગઈ છે, ત્યારે આજે નાગાસાકી ડે પણ છે. આ જ દિવસે અમેરિકાએ નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યો હતો.

(12:15 pm IST)