Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૨૦૦૦ રૂ.નો નવમો હપ્તો જમા કર્યો

લાભાર્થીઓ સાથે વાતચીત કરી : અત્યાર સુધીમાંકુલ ૧.૩૮ લાખ કરોડ કર્યા જમા

નવી દિલ્હી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો રિલીઝ કર્યો. પીએમ મોદી યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૂપિયાનો નવમો હપ્તો રિલીઝ કર્યોઅને લાભાર્થીઓ સાથે વાતચીત કરી. નોંધનીય છે કે, પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને ૨૦૦૦ રૂપિયાના ત્રણ સરખા હપ્તા દ્વારા દર વર્ષે ૬૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી સરકાર ખેડૂતોને ૮ હપ્તાના નાણા એટલે કે કુલ ૧.૩૮ લાખ કરોડ રૂપિયાની રકમ આપી ચૂકી છે. આ યોજના હેઠળ નાણા સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ લેવા માટે પહેલા ખેડૂતે ઓનલાઈન પોર્ટલ pmkisan.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. આ વેબસાઈટ તમને ફાર્મર્સ કોર્નરના ઓપ્શનમાં દેખાશે. અહીં જઈને તમે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર કિલક કરો. અહીં તમારા આધાર નંબર, કેપ્ચા ભરવાનું કહેવાશે. આ પછી એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી ડિટેલ માંગવામાં આવશે. બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ આપવાની રહેશે. આ સેવ કર્યા બાદ એક નવું પેજ ખુલશે અને તેમાં જમીનની જાણકારી રવાની રહેશે. તેમાં ખસરા નંબર અને ખાતા નંબર લખવાનો રહે છે. આ પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થશે.

આ યોજનાનો લાભ લેવા માટે નિયમ મુજબ જમીન ખેડૂતના નામે હોવી જરૂરી છે. આ ઉપરાંત નહીં ખેડૂતના દાદા કે પિતાના નામે જમીન છે તો પણ તે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. ફકત એ ખેડૂતોને આ લાભ મળશે જેના પોતાના નામ પર ૨ હેકટર કે તેનાથી ઓછી જમીન હશે. નરેન્દ્ર મોદી સરકારે ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પ્રારંભ કર્યો હતો. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભાર્થી ખેડૂતને વર્ષે ૬૦૦૦ રૂપિયા ૨૦૦૦ના હપ્તામાં મળે છે. આ યોજનામાં દરેક હપ્તામાં એક ખેડૂતને ૨૦૦૦ રૂપિયાની રકમ ખાતામાં મળે છે. મોદી સરકાર માને છે કે આ યોજનાથી ખેડૂત પરિવારો પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મેળવી શકે છે. ખેડૂતો પણ મોદી સરકારની આ યોજનાથી ખુશ જોવા મળે છે.

(12:14 pm IST)