Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

તામિલનાડુ : મંદિરના પુજારીનો ૧૦૮ કિલો મરચાની પેસ્ટથી થયો અભિષેક

અનોખી પરંપરા : તલવાર પર ઉભા રહીને આપ્યા આશીર્વાદ

નવી દિલ્હી તા. ૯ : ભારત અનેક ધાર્મિક વિશ્વાસનો દેશ છે. ત્યાં પર દરેકની આસ્થા છે. અને તેમનાવિશ્વાસ છે. કેટલાક લોકો તેને ભગવાનની ભકિત જણાવે છે તો કેટલાક અંધવિશ્વાસનુંનામ પણ આપે છે. હવે તામિલનાડુનું એકમંદિર ચર્ચામાં રહ્યું જયાં એક પૂજારીનો૧૦૮ કિલો મરચાનીપેસ્ટથીઅભિષેક કરવામાં આવ્યો છે.

આ વાત જેટલીસાંભળવામાં આશ્ચર્ય થાય છે તે ખબર પણ એટલી જ આશ્ચર્ય થનારી છે. જો કે તામિલનાડુના નડાપ્પાનાહાલીગામમા'ન્યુ મુન'નોજશ્ન મનાવામાંઆવી રહ્યો છે. ત્યાંના પેરિયાકરુપ્પુસ્વામી મંદિરમાં મોટા સ્તર પર તૈયારી કરવામાં આવી છે. અનેક પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે અને ભકતોનો ભારે જમાવડો જોવા મળ્યો.

આ આયોજનની ખાસ વાત એ છે કે મંદિરના પૂજારી ગોવિંદનને વિશિષ્ટ સમ્માન આપવામાઆવ્યું છે. તેને મરચાની પેસ્ટ, દૂધની નવડાવામા આવ્યા. બીજી બાજુ પરંપરા મુજબ, આ મંદિરમાં પૂજારી ગોંવિદનને તલવાર પર ઉભા રહીને ત્યાં પહોંચેલા ભકતોને આશીર્વાદ પણ આપ્યા. એવી માન્યતા છે કે આ પૂજા દ્વારા દરેક પ્રેત આત્માનેદૂર રાખવામાંઆવશે. અને પરિવાર આવતી તમામ સમસ્યાનો ઉકેલ આવશે. આ ખાસ પૂજા દરમિયાનભકત બકરી અને અને મરઘીની પણ બલી ચઢાવે છે.

(12:13 pm IST)