Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સધ્ધર મંડળીઓને બેંકનું લાયસન્સ આપવા તૈયારી

૧૭ વર્ષથી બંધ દરવાજો ખોલાશે ! હવે ટુંક સમયમાં બની શકશે વધુ શહેરી સહકારી બેંકો : ૧૦૦ કરોડની થાપણ ધરાવતી અર્બન કો-ઓ. બેંકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવી પડશે

નવી દિલ્હી,તા. ૯ : નાણાંકીય રીતે મજબુત અને સુઘડ વહીવટવાળી કોઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઓને શહેરી સહકારી બેંક (યુસીબી)નું લાયસન્સ મળી શકે છે. રિઝર્વ બેંકે યુસીબીને લાયસન્સ આપવાના ૨૦૦૪માં બંધ કર્યા હતા. ત્યારે આવી બેંકોની સંખ્યા ૧૯૨૬ હતી. પણ હવે તેની સંખ્યા ૧૫૩૯ થઇ ગઇ છે અને હવે ફરી એક વાર લાયસન્સ આપવાનું ચાલુ થઇ શકે છે.

આ સાથે જ ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે ડિપોઝીટ વાળી યુસીબી માટે મેનેજમેન્ટ બોર્ડ તૈયાર કરવા અને તેના રાષ્ટ્રીય સંગઠનના દિશા નિર્દેશો તૈયાર કરવા પણ વિચારણા થઇ રહી છે. આ પગલું શહેરી શહકારી બેંકોના નિયમો અને આગામી માર્ગની નવરચિથ સહકારિતા મંત્રાલય દ્વારા કરાનારી સમિક્ષાનો ભાગ હશે. મંત્રાલય રાષ્ટ્રીય સહકારિતા વિકાસ નીતિ (૨૦૦૨)ને પણ નવું સ્વરૂપ આપી શકે છે. એક ટોચના અધિકારીએ કહ્યુ કે સંસદનું ચોમાસુ સત્ર પુરૂ થયા પછી સહકારિતા મંત્રાલય, નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક તેના પર કામ કરી શકે છે.

અધિકારીઓને આશા છે કે રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર અને.એસ. ૧૦એની પેટા કલમ હેઠળ આવે છે. અહીં સમસ્યા એ છે કે શહેરી સહકારી બેંકોના ડાયરેકટર બોર્ડની સાથે મેનેજમેન્ટ બોર્ડની જરૂરિયાત પર પુનર્વિચાર એવા સમયે થઇ રહ્યો છે. જ્યારે મુખ્ય ધારાની બેંકોને પણ સારા ડાયરેકટર નથી મળી રહ્યા. આરબીઆઇએ સ્પષ્ટ પણે એવો ઉલ્લેખ નથી કર્યો કે ડાયરેકટર બોર્ડે કલમ ૧૦ એની પેટા કલમ ૨ની જોગવાઇનું સંપૂર્ણ પણે પાલન કરવું પડશે કે નહીં એક અન્ય સુત્રએ કહ્યુ કે જો આવું જ હોય તો તે બીન જરૂરી છે. ડાયરેકટર બોર્ડને સુધારવા પર ભાર મૂકવો વધારે સારૂ હોત.

(11:24 am IST)