Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પાકિસ્‍તાન બાદ બાંગ્‍લાદેશમાં મંદિરો પર હૂમલો : હિન્‍દુઓની દુકાનોમાં લૂંટફાટ

કેટલાક કટ્ટરપંથીઓએ અલ્‍પસંખ્‍યક હિન્‍દુ સમુદાયના ઘણા ઘરો, દુકાનો પર હુમલો કરવામાં આવ્‍યો અને ચાર મંદિરોમાં તોડફોડ કરી છે

ઢાકા,તા.૯: પાકિસ્‍તાન બાદ બાંગ્‍લાદેશમાં એકવાર ફરી અલ્‍પસંખ્‍યક હિન્‍દુ સમુદાય પર હુમલો થયો છે. આ દરમિયાન મંદિરોને નિશાન બનાવવામાં આવ્‍યા છે. આ સિવાય હિન્‍દુઓના ૧૦૦ ઘરોને આગના હવાલે કરી દેવામાં આવ્‍યા અને લૂટફાટ કરવામાં આવી છે.
જાણવા મળી રહ્યું છે કે શનિવાર એટલે કે ૭ ઓગસ્‍ટે બાંગ્‍લાદેશમાં કેટલાક કટ્ટરપંથીઓએ અલ્‍પસંખ્‍યક હિન્‍દુ સમુદાયના ઘણા ઘરો, દુકાનો પર હુમલો કરવામાં આવ્‍યો અને ચાર મંદિરોમાં તોડફોડ કરી છે. આ ઘટના બાંગ્‍લાદેશના ખુલના જિલ્લાના રૂપશાના શિયાલી ગામની છે. બાંગ્‍લાદેશ હિન્‍દુ યુનિટી કાઉન્‍સિલે પોતાના પોતાના ટ્‍વિટર હેન્‍ડલ પર કટ્ટરપંથી ઇસ્‍લામિક આતંકીઓ દ્વારા મંદિરમાં તોડફોડની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તો મંદિરો પર હુમલો કરવાના આરોપમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મારપીટમાં ૩૦થી વધુ લોકો ગંભીર રૂપથી ઈજાગ્રસ્‍ત થયા છે, જેની સારવાર સદર હોસ્‍પિટલમાં ચાલી રહી છે. બાંગ્‍લાદેશની ઘણી ન્‍યૂઝ વેબસાઇટે પણ આ ઘટના વિશે જાણકારી આપી છે. ઢાકા ટ્રિબ્‍યૂનના સમાચાર પ્રમાણે આ ઘટનામાં અત્‍યાર સુધી ૧૦ લોકોની ધરપકડ થઈ છે અને પોલીસે સ્‍થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે.
પૂજા પરિષદના નેતાઓ પ્રમાણે શુક્રવારે રાત્રે આશરે નવ કલાકે મહિલા શ્રદ્ધાળુઓના એક સમૂહે પૂર્વ પારા મંદિરથી શિયાલી સ્‍મશાન ઘાટ સુધી જૂલુસ કાઢ્‍યુ હતું. તેમણે રસ્‍તામાં એક મસ્‍જિદ પાર કરી હતી, આ દરમિયાન ઇમામ (ઇસ્‍લામી મૌલવી) એ જૂલુસનો વિરોધ કર્યો હતો. ભક્‍તો અને મોલવી વચ્‍ચે વિવાદ થયો હતો. બે સમૂહો વચ્‍ચે થયેલા વિવાદે તોફાનનું સ્‍વરૂપ લઈ લીધુ હતું.

 

(10:15 am IST)