Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રેડી ટૂ કૂક ઈડલી, ઢોસાના પાઉડર પર ૧૮ ટકા જીએસટી

નવી દિલ્‍હી,તા.૯: રેડી ટૂ ઈટ ઈડલી, ઢોસા, કાંજી (રાબ) વગેરે પાઉડર સ્‍વરૂપે વેચાતી વસ્‍તુઓ પર ૧૮ ટકા જીએસટી લાગે છે જયારે એ જ વસ્‍તુઓ ખીરું સ્‍વરૂપે વેચવામાં આવે તો તેનાં પર પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવે છે.
કંપનીના બ્રાન્‍ડ નેમ હેઠળ વેચવામાં આવતા બાજરા, જુવાર, મલ્‍ટીગ્રેન પોરિજ મિક્‍સ સહિતના ૪૯ ઉત્‍પાદનો પર લાગુ પડતા જીએસટી દર અંગે ચુકાદો આપવાની માગણી સાથે ક્રિષ્‍ણાભવન ફૂડ્‍સ એન્‍ડ સ્‍વિટ્‍સે ઓથોરિટી ફોર એડવાન્‍સ રુલિંગ (એએઆર)ની તમિળનાડુ ખંડપીઠનો સંપર્ક સાદ્યો હતો.
એએઆરે અવલોકન કર્યું હતું કે કંપની દ્વારા વેચવામાં આવતા આ તમામ ઉત્‍પાદનો પાઉડર સ્‍વરૂપે છે.
રેડી ટૂ ઈટ ઈડલી અને ઢોસા માટે વેચાતા પાઉડરને પાણી-ગરમ પાણી કે દહીંમાં ભેળવીને તેમાંથી ખીરું બનાવવામાં આવે છે.
વેચવામાં આવતું ઉત્‍પાદન પાઉડર હોય છે ખીરું નહીં.
તમામ ૪૯ ઉત્‍પાદનો જેના માટે ચુકાદાની માગણી કરવામાં આવી છે તેને સીટીએચ-૨૧૦૬ હેઠળ વર્ગીકૃત કરી શકાય એમ છે અને તેના પર ૯ ટકા સીજીએસટી અને ૯ ટકા એસજીએસટી લાગુ પડે છે, એમ એએઆરે ચુકાદો આપતા જણાવ્‍યું હતું.
સરકારે આ મામલે યોગ્‍ય સ્‍પષ્ટતા કે કાયદામાં સુધારા કરવા જોઈએ, એમ ઈવાય ટેક્‍સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું હતું.

 

(10:11 am IST)