Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

અનોખા પ્રેમ લગ્ન!

ચંડીગઢ સારવાર દરમિયાન થયો પ્રેમ : દિવ્‍યાંગ કપલે વ્‍હીલચેર ઉપર જ કર્યા લગ્ન

ઉના,તા.૯: હિમાચલ પ્રદેશના ઉનાના નંગલ ખુર્દના શશિપાલ અને બિહારની સોનમે લગ્ન કર્યાની ચર્ચા વિસ્‍તાર ચાલી રહી છે. શશિ પાલ લગભગ ૭ વર્ષ પહેલા એક દુર્ઘટનામાં કરોડરજ્જુમાં ઇજા પહોંચવાના કારણે આજીવન માટે દિવ્‍યાંગ બની ગયો હતો. લાંબા સમયની સારવાર બાદ શશિપાલ હવે વ્‍હીલ ચેર ઉપર પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. વ્‍હીલચેર ઉપર જ દૈનિક કામકાજ કરે છે.
 આવી જ એક ઘટના બિહારના મુંગેર જિલ્લાના છોટી ગોવિંદ પુર ફુલ્‍કા ગામમાં રહેનારી સોનમ સાથે ઘટી હતી. સોનમ ઘરની છત ઉપરથી પડવાના કારણે કરોડરજ્જૂમાં ઈજા પહોંચી હતી. તે એ પણ આજીવન દિવ્‍યાંગ થઈ હતી. બંને સારવાર કરાવવા માટે ચંડીગઢની પીજીઆઈ હોસ્‍પિટલમાં ગયા હતા. જયાં શશિ પાલ અને સોનમનું મિલન થયું હતું
 બંને ભલે શારીરિક રૂપથી દિવ્‍યાંગ છે પરંતુ માનસિક રૂપથી એક બીજાના થઈ ગયા છે. બંને વિધિવત એક બીજાને જીવન સાથી તરીકે સ્‍વીકારી લીધા છે. બંનેની જોડી જોઈને કોઈ કહે છે કે તેરી રબને બનાવી દી જોડી. શશિ અને સોનમે ૩ ઓગસ્‍ટે ઉના ન્‍યાયાલયમાં કોર્ટ મેરેટ કરી લીધા છે. ગામના લોકો માટે શુક્રવારે રિસેપ્‍શન પણ આપવામાં આવ્‍યું હતું.
 શશિને મોડલિંગનો શોખ છે. દિલ્‍હીમાં એક ટીવી ચેનલ માટે શશિ મોડલિંગ પણ કરી ચૂક્‍યો છે. અને ૨૪ ઓગસ્‍ટ ૨૦૨૧એ શશિને મોડલિંગ માટે ગોવા જવાનું છે. જયારે તેમની પત્‍ની સોનમને ગીત સંગીતનો શોખ છે. પરંતુ હજી સુધી તેમને ગાવા માટે કોઈ મંચ મળી શક્‍યું નથી
 શશિ પાલે જણાવ્‍યું કે ભલે મારા કરોડરજ્જૂએ મને સાથ ન આપ્‍યો પરંતુ અમારી બંનેની જોડી એક બીજાના દર્દ સમજી શકે છે. અમે હવે શેષ ઉંમર માટે સુખ-દુખમાં સહારો બનીને જીવવાનું છે.

 

(10:09 am IST)