Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

શ્રાવણ સત્‍સંગ

સોમવારે શિવપૂજાથી બમણુ પૂણ્‍ય પ્રાપ્‍ત થાય

શ્રાવણે સોમ હોય તો ચિત્ત ચૈતન્‍ય આહૃલાદક અનુભૂતિમાં રહે. શુભ સંયોગ એ થાય કે આશુતોષ ભગવાનને ભજવા સોમવારે જ શ્રાવણ શરૂ થાય છ.ે પાંચ સોમવાર પંમેન્‍દ્રીય પંચામૃત સખો ઉત્‍સવ, શિવજીને પાંચ પ્રિય છ.ે આમ તો કોઇ પણ દિને ભોલાનાથ મહાદેવની ઉપાસના કરી શકાય પરંતુ સોમવારે મહાદેવજીની પૂજાથી બમણુ પુણ્‍ય પ્રાપ્ત થાય છે.
શિવતત્‍વ આભથી ઉંચુ અને પાતાળથી ગહન છે તે પ્રકાશમાં નહી પણ અંધારામાં પણ મળશે.
ભોળાનાથ મહાદેવજી કહે છે શ્રાવણ મને પ્રિય છ.ે શિવ એટલે કલ્‍યાણ તેમણે હંમેશા સૃષ્‍ટિનું ભલુ જ ઇચ્‍છયુ છે. અરે બુરૂ કરનારનું પણ ભલુ  કર્યું છે આટલી અનુગંતા હોય તો જ મહાદેવ બની શકાય.
અમૃત પીએ એ દેવ અને ઝેર પીએ એ મહાદેવ પ્રસન્નવદને તેઓ દરેકના હૃદયમાં બિરાજે છ.ે  જરૂર છે તેમને સાચા દિલથી ખરા ભાવથી પુજવાની તેઓ તરતમાં  પ્રસન્ન થાય છે. અને કોઇ વિધિ વિધાનમાં પડતા નથી તેમને તો માત્ર એક જળનો લોટો, બીલ્‍વપત્ર ચડાવો એટલે કરૂણાનિધાન પ્રસન્‍ન ...
બીલ્‍વપત્રના ત્રણ ઝુમખા હોવાથી ભોળનાથ ત્રિદેવરૂપ મનાય છે. પાચના ઝુમખામાં બીલીપત્ર હોય તો તે અતિ શુકનીયાળ મનાય છ.ે
પુલત્‍સ્‍ય કુળમાં જન્‍મેલ વિશ્વશ્રવા અને કૈકયીના પુત્ર રાવણ પરમ વિદ્વાન જયોતિષ શાષાના જાણકાર અને ભોળાનાથ મહાદેવનો પરમ ભકત હતો.
ભોળાનાથની ભકિત કરતા તેણે વિચાર્યુ કે, મહાદેવજીને લંકામાં પ્રસ્‍થાપિત થાય તો તેના માટે અત્‍યંત આનંદની વાત બની રહે. ત્‍યારે રાવણે સખ્‍ત તપヘર્યા પણ કરી છતા મહાદેવજી પ્રસન્‍ન થયા નહી.  એટલે તે પોતાના એક પછી એક મસ્‍તક કાપીને ભગવાનને ચરણે ધરવા લાગ્‍યો દસમાંથી નવ મસ્‍કત તેણે ભોળાનાથને ચરણે ધર્યા રાવણની આવી ભકિતથી ભોળાનાથ મહાદેવજી અત્‍યંત ખુશ થયા અને ઇચ્‍છીત વરદાન માગવા કહ્યું
ત્‍યારે રાવણે મહાદેવજીને કાયમ માટે લંકામાં વાસ કરે એવી પ્રાર્થના કરી.
રાવણ શિવભકત ખરો સાથે રાક્ષસ પણ હતો એટલે તેની આ માંગ પાછળનું ધ્‍યેય પોતે અજેય બની જાય અને ત્રણેય લોકમાં તેનું સામ્રજય અખંડ રહે.
ભોળાનાથ રીઝયા હતા એટલે તેમણે હા પાડી અને કહ્યું કે પોતાના બાર આત્‍મલીંગોમાંથી કોઇપણ એક રાવણ લંકા લઇ જઇ સ્‍થાપિત કરી શકે છે.
પરંતુ ભોળાનાથે કહ્યું કે આ લીંગ લંકા પહોંચે તે પહેલા કોઇપણ જગ્‍યાએ જમીન પર મુકવુ નહી જો જમીન પર મુકાશે તો સ્‍થિર થઇ જશે.
રાવણ પોતાન પુષ્‍પક વિમાનમાં શિવલીંગ લઇને લંકા રવાના થયો.
દેવલોકમાં  દેવતાઓએ આ વાત જાણી તેમને ભયપેઠો જો રાવણ મહાદેવજીનીે લંકા લઇ જશે તો દેવતાઓ પર આફત આવશે. આનો ઉપાય શોધતા તેમણે વરૂણદેવને પ્રાર્થના કરી સહાય કરવા વિનંતી કરી.
અને વરૂણદેવે રાવણના શરીરમાં પ્રવેશ કર્યો આમ થવાથી રાવણને લઘુશંકા લાગી રહેવતું  નહોતું નજીકમાં એક વૃધ્‍ધ બ્રાહ્મણ ઉભો હતો રાવણે પોતે હળવો થઇને આવે ત્‍યા સુધી બ્રાહ્મણને શિવલીંગ ઉંચકી રાખવાની વિનંતી કરી વૃધ્‍ધ બ્રાહ્મણનું રૂપ વિષ્‍ણુ ભગવાને લીધેલા વૃધ્‍ધ બ્રાહ્મણ  થાક અનુભવતા જયોતિલીંગ જમીન પર મુકી દીધું રાવણ પાછો આવ્‍યો તેણે આ જોયું અને ગુસ્‍સે થઇ ગયો.
તેણે જયોર્તિલીંગ ફરી ઉઠાવવા સઘળા પ્રયત્‍નો કર્યા પણ જયોર્તિલીંગ ઉચકાયુ નહી. અને ઉપરનો ભાગ ચપટ્ટ થઇ ગયો.
પછી તો રાવણ લંકા ચાલ્‍યો ગયો અને આ જયોર્તિલીંગની પુજા કરવા માટે રોજ આવવા લાગ્‍યો રાવણના નાશ પછી આ ક્રમ ચાલુ રહ્યો હતો.
મત્‍સ્‍ય પુરાણમાં કહે છે કે, આ સ્‍થળમાં એવી શકિત છે જે શ્રદ્ધાળુઓને રોગ મુકત કરે છ.ે
આ કારણથી જયોર્તિલીંગ આરોગ્‍ય વૈજનાથ તરીકે પણ ઓળખાય છે તેની આસપાસના જંગલમાંથી ઔષિધમાં ગુણો ધરાવતી વનસંપતિ મળે છ.ે
રાવણના નાશ બાદ બૈજુ નામના ગોવાળ આ શિવલીંગની પુજા અર્ચના કરતા હતા આ સ્‍થળ પરલી બૈજનાથ આ ક્ષેત્ર અનાદી કાળથી વૃક્ષો જડીબુટ્ટીઓનું જંગલ હતું જેમાં આયુર્વેદના જાણકાર ગુરૂ વૈદ્યનાથ રહેતા હતા.

દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(10:05 am IST)