Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કોંગ્રેસ સાંસદ શશિ થરુર પણ COWINના પ્રશંસક

મોદી સરકારના સારા કામની પ્રશંસા કરું છું : શશિ થરુર : દેશમાં કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની વચ્ચે હવે ઝડપથી વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે

 

નવી દિલ્હી, તા.૮ : દેશમાં કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેર વચ્ચે ઝડપથી વેક્સીનેશનનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી દેશભરમાં ૫૦ કરોડથી વધારે લોકોને વેક્સીન લગાવવામાં આવી છે. ભારત સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા આ અભિયાનની હવે કોંગ્રેસ નેતા શશિ થરુરે પણ પ્રશંસા કરી છે. કેન્દ્ર સરકાર તરફથી કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ માટે શરૂ કરવામાં આવેલા Cowinની કોંગ્રેસના નેતા શશિ થરુરે પ્રશંસા કરી છે.

કોંગ્રેસ નેતાએ ટ્વિટ કરતા કહ્યું કે જ્યારે પણ કેન્દ્ર સરકાર કાંઇક સારું કરે છે તો હું હંમેશા તેની પ્રશંસા કરું છું અને તેમના સારા કામના વખાણ કરું છું. હું સરકારની #Cowinનો મોટો ટિકાકાર રહ્યો છું પણ હું કહેવા માંગીશ કે તેમણે કેટલીક ચીજો ઘણી સારી કરી છે. તમે @WhatsApp નંબર ૯૦૧૩૧ ૫૧૫૧૫ પર સંદેશો મોકલાવો તો તમને એક ઓટીપી મળશે. જે પછી તમે પોતાનું ટિકાકરણ પ્રમાણપત્ર મેળવી શકો છો. આ ઘણું સરળ અને ઝડપી છે.

તમને જણાવી દઈએ તે બે દિવસ પહેલા ભારતે ૫૦ કરોડ લોકોને કોરોના વેક્સીન આપવાનો આંકડો પૂરો કરી લીધો છે. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના મહામારી સામે ભારતની લડાઇએ નવી ઉંચાઇ મેળવી લીધી છે. દેશમાં હવે ટિકાકરણના મામલમાં ૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું કે કોવિડ-૧૯ સામે લડાઇમાં ભારતે આજે એક નવી સિદ્ધિ મેળવી છે. ૫૦ કરોડનો આંકરો પાર કરી લીધો છે. આ સંખ્યાને આગળ વધારતા આપણે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે આપણા નાગરિકોને 'સબકો ટિકા મુફ્ત ટિકાલ્લકાર્યક્રમ અંતર્ગત તેનો લાભ મળે.

(12:00 am IST)