Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સેક્સથી સમાધી સુધી, બધુ જ કરી રહ્યા છે રોબોટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીની અદભુત કમાલ

રોબોટ્સ પુરી રીતે માણસનો અંતિમ સંસ્કાર કરશે. આ રોબોટ્સ માણસની અંત્યોષ્ટીમાં થતા તમામ રીત-રિવાજ નિભાવશે

નવી દિલ્હી ;  આધુનિક યુગમાં રોબોટ્સ સેક્સથી લઈ સમાધી સુધી બધુ જ કરી રહ્યા છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીની મદદથી સંભવ બની રહ્યું છે. જાપાનમાં રોબોટ્સે બૌદ્ધ પુજારીઓની જગ્યા લઈ લીધી છે અને માણસોના અંતિમ સંસ્કારનું પણ કામ કરે છે. જ્યારે ચીન જેવી વિશાળ અર્થવ્યવસ્થામાં સેક્સ રોબોટ્સનો ઉપયોગ વધી રહ્યો છે.

જાપાનમાં આવનાર દિવસોમાં પુજારી નહી, પરંતુ રોબોટ્સ પુરી રીતે માણસનો અંતિમ સંસ્કાર કરશે. આ રોબોટ્સ માણસની અંત્યોષ્ટીમાં થતા તમામ રીત-રિવાજ નિભાવશે. આ રોબોટ્સને મિર્ચ નામ આપવામાં આવ્યું છે. આ તમામ પ્રક્રિયા પૂજારીની જગ્યાએ રોબોટ્સ કરશે.

આ રોબોટ્સ બૌદ્ધ ધર્મમાં ફ્યૂનરલ મંત્ર વાંચવાની સાથે ડ્રમ વગાડવાનું કામ પણ કરશે. ગત વર્ષે આ રોબોર્ટ્સને ટોક્યોમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે અંતિમ સંસ્કારની તમામ વીધી કરતા પણ દેખાડવામાં આવ્યો હતો.

કેટલાક સમય પહેલા સમાચાર આવ્યા હતા કે, ગૂગલના પૂર્વ એન્જિનિયર એવો રોબોટ્સ તૈયાર કરી રહ્યા છે, જેની પૂજા કરવામાં આવશે. તેમણે એક એવો રોબોટ્સ બનાવશે, જેની ચર્ચમાં લોકો પૂજા કરી શકશે.

આર્ટિફિશિયલ ઈંટેલિજન્સની મદદથી જાતે ગીત બનાવી શકે તેવો રોબોટ્સ પણ બની ચુક્યો છે. આ રોબોટ્સનું નામ શિમોન છે. આ રોબોટ્સ ગીત બનાવવાની સાથે મ્યુઝિક પણ વગાડી શકે છે. એક અમેરિકન રિસર્ચરે આમાં 5000 ગીત નાખ્યા છે.

સાઉદીમાં રોબોટ્સને નાગરિકતા પણ મળી ચુકી છે. સાઉદી અરબ પહેલો દેશ છે, જેણે માણસની જેમ રોબોટ્સને પણ નાગરીકતા આપી છે. આ રોબોટ્સનું નામ છે સોફિયા.

ચીનમાં સેક્સ રોબોટ્સનો ઉપયોગ પોતોની એકલતા દુર કરવા કરી રહ્યા છે. અહીંના પુરૂષ સેક્સ રોબોટ્સમાં પ્રેમ શોધી રહ્યા છે. આ રોબોટ્સને નામ પુછતા તે પોતાને બેબી કહે છે. આ ડોલ્સ ઘણી મોંઘી છે. આમાં ભવિષ્યમાં ઘણાં ફિચર્સ પણ જોડવામાં આવી શકે છે.

આવી ડોલ્સને EXDOLL કંપની બનાવી રહી છે. ચીનની જેમ જાપાનમાં પણ સેક્સ ડોલનો ઉપયોગ વધી રહ્યો છે. અહીં લોકો સેક્સ ડોલને બજારમાં પણ સાથે લઈ જાય છે. તેની સાથે ડેટ પણ કરે છે.

(12:00 am IST)