Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

હવે 13-14 કલાકમાં તૈયાર થશે ઘર : ICON નામની કંપની 650 વર્ગ ફુટનું ઘર બનાવવા માટે 13-14 કલાકનો સમય લે છે.

આ ટેક્નોલોજીથી મટીરિયલ પણ વેસ્ટ નહી થાય અને લેબર કોસ્ટ પણ ઓછી રહેશે.

નવી દિલ્હી :  ક્યારેય એવું સાંભળીયું છે કે 13-14 કલાકમાં ઘર તૈયાર થઈ જાય? નહીં ને… પરંતુ આ હકિકત છે. કારણ કે એક કંપનીએ 12-14 કલાકની અંદર ઘર તૈયાર કરવાનું સપનું હકીકતમાં બદલી નાખ્યું છે. આ કંપની ઘર બનાવવા માટે એક ખાસ ટેકનિકનો ઉપયોગ કરી રહી છે.

ગમે તેવું તમે ઘર બનાવો પરંતુ એ ઘર બનાવવા માટે તમારા 2-3 મહિના સુધી રાહ જોવી પડે. કારણ કે ઘર બનવવા માટે 2-3 મહિના જેટલો સમય લાગે છે. પરંતુ જો તમારૂ ઘર 12કલાકમાં જ બની જાય તો કેવુ લાગે?

 આ કંપની ઘર બનાવવા માટે એક ખાસ ટેકનિકનો ઉપયોગ કરી રહી છે. આ ટેકનોલોજી છે 3D પ્રિંટિગ ટેકનોલોજી આ કંપનીનું નામ છે ICON. આ કંપની 650 વર્ગ ફુટનું ઘર બનાવવા માટે આ કંપની 13-14 કલાકનો સમય લે છે. કંપની આ ટેક્નોલોજીમાં પ્લાસ્ટિકથી નહિં પરંતુ સીમેન્ટથી ઘર તૈયાર કરે છે. આ ટેક્નોલોજી ઘણી ફેમસ થઈ રહી છે કંપની ઘર તૈયાર કરવામાં Vulcan પ્રિંટરનો ઉપયોગ કરે છે. કંપની જે ઘર બનાવે છે. તેમાં એક લિવિંગ રૂમ, બેડરૂમ, બાથરૂમ અને એક પોર્ટ હોય છે.
650 વર્ગ ફુટનું આ ઘર તૈયાર કરવા માટે લગભગ 6 લાખ રૂપિયા લાગે છે. કંપની ભવિષ્યમાં આ રકમને ઘટાડીને 2.5 લાખ રૂપિયા કરવા માગે છે.
કંપનીનું કહેવું છે કે આ ટેક્નોલોજીથી મટીરિયલ પણ વેસ્ટ નહી થાય અને લેબર કોસ્ટ પણ ઓછી રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ICONને નોન-પ્રોફિટ કંપની ન્યુસ્ટોરી સાથે ભાગીદારી કરી છે. .

(12:00 am IST)