Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ભાજપ નેતાનો મોટો દાવો : કોંગ્રેસના દિગ્ગજ નેતા જોડાશે ભાજપમાં: રાજકારણમાં ગરમાવો

પાયલટ સારા નેતા, કોંગ્રેસમાં તેમને માન નથી મળતું: સિંધિયા-જિતિનની જેમ પાયલટ પણ ભાજપમાં આવશે: ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એપી અબ્દુલ્લા કુટ્ટી

નવી દિલ્હી :  ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એપી અબ્દુલ્લા કુટ્ટીએ કહ્યું કે,'મને વિશ્વાસ છે કે રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ વહેલી તકે ભાજપમાં સામેલ થઈ જશે. પાયલટ એક સારા નેતા છે, જેમને કોંગ્રેસમાં માન આપવામા આવતું નથી. મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઉત્તર પ્રદેશમાં જિતિન પ્રસાદે સમય રહેતા કોંગ્રેસ છોડી હતી.

સચિન પાયલટનું ભવિષ્ય ભાજપમાં સારું રહેશે.' કુટ્ટીએ કહ્યું કે,'હિંદુ-મુસ્લિમનો ડીએનએ એક છે. ભાજપ બધાને સાથે લઈને ચાલે છે. આ વાત ખોટી છે કે ભાજપ મુસ્લિમ વિરોધી છે. ભાજપ બધાને સાથે રાખી આગળ ચાલે છે. મુસ્લિમ સમાજ પણ હવે ભાજપની તરફેણમાં આવી રહ્યો છે.'

 

 

(12:00 am IST)