Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ગ્રીસના જંગલોમાં ભીષણ આગ :10 દિવસમાં 1,40,000 એકરમાં લાગી આગ

દક્ષિણ યૂરોપથી લઈ દક્ષિણ ઈટાલી અને છેક તુર્કી સુધી જંગલમાં આગ માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર

નવી દિલ્હી :  ગ્રીસમાં લાગેલી ભીષણ આગને લઈને સામાન્ય માણસથી લઇ સત્તાધિશો તમામ ચિંતિત છે. અને આગથી બચવા અને કાબુમાં લેવા ભારે જહેમત કરી રહયા છે. લાંબા સમયથી ગરમીના કારણે જંગલમાં સૂકી લાકડીઓના કારણે આગ પ્રસરી હોવાનું મનાય છે. અનેક મકાનો અને વાહનો આગની ચપેટમાં આવતા નાશ પામ્યા છે અને સરકારે જ્યાં સુધી લોકો પોતાના ઘરે ન પહોંચી શકે ત્યાં સુધી હોટલોમાં રોકાવવાની વ્યવસ્થા કરવાની પણ જાહેરાત કરી છે.

ગ્રીસના જંગલોમાં આગ લાગવાના કારણોને લઈને અનેક અટકળો વચ્ચે તપાસનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે.

ગત શુક્રવારે ગ્રેટર એથેન્સના મધ્ય અને દક્ષિણ યુનાનમાં જાણીજોઈને આગ લગાવવાના આરોપસર કેટલાક લોકોને ઝડપી પાડવામાં આવ્યા. આ ઉપરાંત 47 વર્ષિય યુનાની નાગરિકને પણ એથેન્સના પેટ્રોઉપોલીથી ધરપકડ કરવામાં આવી. આ સિવાય ગ્રીસ અને યૂરોપિય અધિકારીઓના મતે દક્ષિણ યૂરોપથી લઈ દક્ષિણ ઈટાલી અને છેક તુર્કી સુધી જંગલમાં આગ માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ઠેરવવામાં આવ્યુ છે.

ગત અઠવાડિયામાં તુર્કીમાં પણ આગનો બનાવ બન્યો હતો. જેમાં આઠ જેટલા લોકોના મોત થયા હતા અને હજારો સ્થાનિકો, પર્યટકોને પોતાના ઘર છોડીને ભાગવુ પડ્યુ હતુ. તુર્કીના તુર્કોઈસ તટ પર હવે દેવદારના વૃક્ષો ધરાવતા પહાડો પર સળગીને ભસ્મ થઈ ગયેલા કાળા ડિબાંગ વૃક્ષો જ રહી ગયા છે. આ આ ગામમાં ગ્રામીણોએ પોતાના ઘર અને ઢોરઢાંખર પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

(12:00 am IST)