Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કોરોનાના વધતા કહેરથી ડ્રેગનમાં ડર : બેઇજિંગ સહીત અનેક શહેરોમાં પ્રતિબંધ લાગુ

ચીનના 15 શહેરોમાં ડેલ્ટા વેરિઅન્ટનો પ્રકોપ:દેશમાં તેનાથી પ્રભાવિત લોકોની સંખ્યામાં સતત વધારો

નવી દિલ્હી :  2019માં કોરોનાના સંક્રમણનો સૌથી પહેલા શિકાર બનેલા ચીનમાં ફરી એકવાર વાઈરસ સક્રિય થયો છે. છેલ્લા થોડા દિવસોમાં વુહાન સહિત ચીનના જુદા જુદા વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચીનની રાજધાની બેઈજિંગના કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે. જેને ધ્યાને રાખીને ચીનની સરકારે આ વિસ્તારમાં પ્રવાસ ઉપર પ્રતિબંધ મુકી દેવાનો મોટો નિર્ણય કર્યો છે
કોરોનાના સતત વધી રહેલા કેસના કારણે ડરી ગયેલી ચીની સરકારે સંક્રમણને આગળ વધતું રોકવા માટે મોટા પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. ચીનની રાજધાની બેઈજિંગમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેના કારણે જિનપિંગ સરકારે બેઈજિંગનો પ્રવાસ કરવા સામે પ્રતિબંધ મુકી દીધો છે

કોરોનાના મધ્યમ અથવા ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાંથી જે લોકો બેઈજિંગ પરત ફરવાનું વિચારી રહ્યા છે. તેમને આ નિર્ણયથી હવાઈ તથા રેલવે સેવાઓની ટિકિટ ખરીદતા અટકાવી શકાશે. બેઈજિંગના અધિકારીઓએ કહ્યુ કે જે લોકો હજુ પણ મધ્યમ અને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં છે. તેમના માટે સ્વાસ્થ્ય કોડ પીળા રંગમાં સમાયોજિત કરવામાં આવશે. જેમને લીલા રંગનો સ્વાસ્થ્ય કોડ આપવામાં આવશે. તેમને બીજિંગ આવવાની પરવાનગી આપવામાં આવશે.

ચીનના 15 શહેરોમાં ડેલ્ટા વેરિઅન્ટનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને દેશમાં તેનાથી પ્રભાવિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

(12:00 am IST)