Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ઓલિમ્પિક વિલેજ બહાર હાથમાં બોર્ડ લઈને નિરાશ ખેલાડીઓનો પણ પ્રોત્સાહિત કરનાર વિરલ વ્યક્તિ

બોર્ડ પર લખેલું છે-, ‘ગુડ મોર્નિંગ એથ્લેટ્સ, ભલે તમે મેડલ જીતી ન શકો, તમે તો પણ શ્રેષ્ઠ છો, ફક્ત તમારામાં વિશ્વાસ રાખો.

નવી દિલ્હી :  દરેક રમતમાં કોઈ જીતે છે અને કોઈ હારે છે. વિજેતાઓ મેડલ સાથે જઇ રહ્યા છે, જ્યારે હારનારા લોકો ઘણું શીખીને જાય છે . પરંતુ ત્યાં એક વ્યક્તિ છે જેણે દરેક હારેલા ખેલાડીને પ્રોત્સાહિત કર્યાં હતા 

 

ઓલિમ્પિકમાં દરેક ખેલાડી મેડલ જીતવા માટે પોતાની પૂરી તાકાત આપે છે, પરંતુ જ્યારે તે મેડલ જીતી શકતો નથી ત્યારે ઘણી વખત તે ખૂબ જ નિરાશ થઈ જાય છે.

આવી સ્થિતિમાં ખેલાડીઓ પર પણ તેની નકારાત્મક અસર પડે છે. ત્યારે આ વ્યક્તિએ રોજ ઓલિમ્પિક વિલેજ જઇ જીતી ન શકનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા, તેના હાથમાં બેનર છે.

જાપાનનો આ માણસ સવારે સાત વાગ્યે ઓલિમ્પિક વિલેજની બહાર હાથમાં બોર્ડ લઈને ઉભો રહે. આ બોર્ડ પર લખેલું છે , ‘ગુડ મોર્નિંગ એથ્લેટ્સ, ભલે તમે મેડલ જીતી ન શકો, તમે તો પણ શ્રેષ્ઠ છો, ફક્ત તમારામાં વિશ્વાસ રાખો.

જ્યારે પણ રમતવીરોની બસો જાય ત્યારે તેઓ આ માણસને જુએ . ઘણા ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર આ માણસની પ્રશંસા કરી છે અને તેનો ફોટો અપલોડ કર્યો છે. આ વ્યક્તિ પોતાના વિશે કશું કહેવા માંગતી નથી. તે અહીં દરરોજ બે કલાક આ બોર્ડ પકડીને ઊભો રહે છે. અગાઉ તેઓ વેલકમ બોર્ડ સાથે ઉભા રહેતા હતા. પરંતુ ત્યારબાદમાં તેણે આ મેસેજ લખ્યો જેથી ખેલાડીઓ હિંમત ન હારે. લોકો સોશિયલ મીડિયા પર પણ આ વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છે

(12:00 am IST)