Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

10 ઓગસ્ટે પીએમ મોદી ઉજ્જવલા યોજના કરશે રિલોન્ચ : ગરીબોને ભરેલો સિલિન્ડર અને ગેસની સગડી મળશે મફત

ઉજ્જવલા 2.0 યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ કનેક્શનની સાથે સગડી અને પહેલી વાર ભરેલો ગેસનો બાટલો મળશે

નવી દિલ્હી : મંગળવારે 10 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી યુપીમાંથી ઉજ્જવલા યોજના ફરી વાર શરુ કરશે. ઉજ્જવલા 2.0 યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ કનેક્શનની સાથે સાથે સગડી અને પહેલી વાર ભરેલો ગેસનો બાટલો મળશે. આ પ્રસંગે પીએમ મોદી યુપીના લાભાર્થીઓ સાથે વાત પણ કરશે.

 

કેન્દ્ર સરકારે ઉજ્જવલા 2.0 હેઠળ ચાલુ નાણાકીય વર્ષમાં એક કરોડ ગેસ કનેક્શન ગરીબોમાં મફતમાં વહેંચશે. આજથી લગભગ પાંચ વર્ષ પહેલા યુપી ચૂંટણી પહેલા પીએમ મોદીએ 1 મે 2016 ના રોજ રાજ્યના બલિયા જિલ્લામાંથી આ યોજનાને ખુલ્લી મૂકી હતી. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે ઉજ્જવલા 2.0 યોજના હેઠળ 800 રુપિયાથી વધારે કિંમતવાળા સિલિન્ડર અને સ્ટવ સાવ મફતમાં આપવાની આશા છે.

 

આ યોજનામા હવે ઓનલાઈન અરજીની પણ સુવિધા શરુ કરવામાં આવી છે. લાભાર્થીઓ ઓનલાઈન અરજી કરીને આ યોજના મળતા લાભો મેળવી શકે છે. પહેલી વાર ભરેલો બાટલો અને સ્ટવની સાથે ડિપોઝીટ ફ્રી ગેસ કનેક્શન મળશે. કોઈ પ્રવાસી મજૂરને અલગથી પણ કનેક્શન  મળી શકે છે. એસસી, એસટી ગરીબ પરિવારોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે

 

(12:00 am IST)