Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પ્રથમ ટેસ્ટ જીતવાના ભારતના ઓરતા અધૂરા રહ્યાં : વરસાદને કારણે નોટિંઘમ ટેસ્ટ ડ્રો જાહેર

ભારતને જીતવા માટે ફક્ત 157 રનોની જરુર હતી: 5 મા દિવસે એક પણ બોલ રમાયો નહીં

મુંબઈ :  ઈંગ્લેડ સામેની પહેલી ટેસ્ટ જીતવાના ભારતના અભરખા અધૂરા રહ્યાં છે  વરસાદને કારણે ભારત અને ઈંગ્લેડ વચ્ચેની પહેલી ટેસ્ટ ડ્રો જાહેર કરાઈ છે, 

 

પાંચમા દિવસે ભારતના મેચ જીતવાની પ્રબળ શક્યતા હતા કારણ કે ભારતને જીતવા માટે ફક્ત 157 રનોની જરુર હતી. પરંતુ વરસાદને કારણે મેચ રમી જ ન શકાણી અને ડ્રો કરીને તેને પૂરી કરી દેવાઈ છે .

 

પહેલી ટેસ્ટના 5 મા દિવસે એક પણ બોલ રમાયો નહોતો અને મેચને ડ્રો જાહેર કરી દેવાઈ છે . ચોથા દિવસની રમત જ્યારે પૂરી ઈ ત્યારે 209 રનનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડીયાએ એક વિકેટ પર 51 રન બનાવ્યા હતા, તેને વિજય માટે ફક્ત 157 રનની જરુર હતી. મેદાન પર રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી હતી તેથી જીત હાથવેતમાં લાગતી હતી પરંતુ વરસાદ વિલન બન્યો હતો

(12:00 am IST)