Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મુકાવી રસી : એક દિવસમાં રેકોર્ડ 20 લાખથી વધુ લોકોને અપાયા ડોઝ

દિલ્હીના વસંત કુંજ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં કોરોના રસીનો ડોઝ લીધો

નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. ભાજપ અધ્યક્ષે ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા નિર્મિત કોવેક્સીનની રસી લગાવી છે. તેમણે દિલ્હીના વસંત કુંજ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં કોરોના રસીનો ડોઝ લીધો છે. આ પહેલા પણ ભાજપના ઘણા મોટા નેતા અને મંત્રી વેક્સિનનો ડોઝ લઈ ચુક્યા છે. કોરોનાની રસી લગાવડાવનારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામેલ છે.

મહત્વનું છે કે કેન્દ્ર સરકારે 1 માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમર અને 45થી 59 વર્ષ વચ્ચેના ગંભીર રૂપથી બીમાર લોકો માટે રાષ્ટ્રવ્યાપી કોરોના રસીકરણ અભિયાન શરૂ કર્યું છે.

કોરોના મહામારી વિરુદ્ધ રસીકરણમાં સોમવારે તમામ રેકોર્ડ તૂટી ગયા. અભિયાનના 52માં દિવસે લાભાર્થીઓને રેકોર્ડ 20 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા. આ પહેલા એક દિવસમાં સૌથી વધુ રસીકરણનો રેકોર્ડ 15 લાખ ડોઝનો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે.

(8:21 pm IST)