Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સોનાની કિંમત ૧૧ મહિનાના તળિયેઃ ૧૨,૦૦૦ રૂપિયાનું ધોવાણ

સોનાના ભાવ ઓગસ્ટ મહિનામાં ૧૦ ગ્રામે ૫૬,૨૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા હતા

નવી દિલ્હી, તા.૯: મંગળવારે ભારતીય બજારમાં સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે જયારે ચાંદીની કિંમતમાં પણ હળવી તેજી આવી છે. રાષ્ટ્રીય વાયદા બજાર (MCX)માં સોનાની કિંમંત ૧૧ મહિનાના રેકોર્ડ બ્રેક તળિયે આવી છે. સોમવારે ખુલતી બજારે સોનાના વાયદાના ભાવમાં હળવી તેજી આવી જયારે ચાંદીના ભાવમાં પણ ૦.૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમ છતાં આ કિંમત અગાઉની રેકોર્ડબ્રેક કિંમતો કરતાં ઘણી ઓછી છે

 સોનાના ભાવ મંગળવારે ખુલતી બજારે આ મુજબ હતા. સોનું વેપારની શરૂઆતમાં ૨૨ કેરેટ ૧૬૦ રૂપિયાના વધારા સાથે ખુલ્યું અને ૧૦ ગ્રામનો ભાવ ૪૩,૬૮૦ રૂપિયા રહ્યો હતો જયારે સોમવારે આ ભાવ ૪૩,૫૨૦ રૂપિયા હતો. MCX વાયદા બજારમાં સોનાનો ભાવ ૪૪,૩૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો જયારે ચાંદીનો ભાવ ૦.૫ ટકા વધીને ૬૬,૨૦૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો.

 સોનાનો ભાવ ૧૧ મહિનાના તળિયે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૦માં સોનાની કિંમત રૂપિયા ૫૬,૨૦૦હ્ય્ પહોંચી હતી આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં ૧૨,૦૦૦ રૂપિયાનો કડાકો બોલ્યો છે.

 દરમિયાન વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ ૧૬૮૭.૯૦ ડોલર પ્રતિ ઔસ પર સ્થિર રહ્યો હતો. જયારે અન્ય કિંમતી ધાતુમાં ચાંદીનો ભઆવો ૨૫.૧૨ ડોલર પ્રતિ ઔસ વધ્યો જયારે પ્લેટિનમનો ભાવ ૦.૧ ટકા વધીને ૧૧૩૬.૫૭ ડોલરે પહોંચ્યો હતો.  જાણકારોના મતે વર્ષ ૨૦૨૧માં સોનાના ભાવમાં તેજી આવી શકે છે. ૨૦૨૧માં સોનાનો ભાવ ૬૩,૦૦૦ રૂપિયાને વટાવી શકે છે એવી જાણકારોની આગાહી છે. સોનાની કિંમતમાં વધારો આવવાના અણસાર છે. જેમ જેમ વેકિસનેશન થઈ રહ્યુ છે તેમ તેમ કિંમતો વધશે. જોકે, વહેલીતકે રોકાણકારો સુરક્ષિત ઓપ્શન તરફ આગળ વધશે  કોરોના વેકસીનેશન રફ્તાર વધવાની સાથે આર્થિક ગતિવિધીઓમાં પણ તેજી આવી રહી છે. આવી સ્થિતિમાં લોકો વધારે જોખમવાળા રોકાણનો વિકલ્પ તરફ વધી રહ્યા છે. જેમાં ઇકિવટી અને ક્રિપ્ટોકરન્સી જેવા વિકલ્પોનો સમાવેશ થઈ રહ્યો છે. ગોલ્ડની કિંમતોમાં ઘટાડો અસ્થાયી અને ઓછા સમય માટે છે. એટલે રોકાણકારોએ અત્યારની કિંમતોમાં લાંબા સમયના રોકાણ કરવાથી શાનદાર નફો કમાઈ શકે છે.

(2:54 pm IST)