Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

વિશ્વમાં દર ૩માંથી ૧ 'બાલિકા વધુ' ભારતમાંથી

યુનીસેફનો ધડાકોઃ ૬૫ કરોડ એવી મહિલાઓ છે જેમના લગ્ન બાળપણમાં જ થઈ જાય છે

નવી દિલ્હી, તા. ૯ :. વિશ્વભરની બાલિકા વધુઓમાંથી અડધો અડધ માત્ર ભારત સહિત ૫ દેશોમાંથી છે. જેમાથી દર ૩ માંથી એક બાલિકા વધુ ભારતમાંથી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે યુનિસેફ દ્વારા આ બાબત જાહેર કરવામાં આવી હતી.

કોવિડ-૧૯ને બાલ વિવાહના વિરોધમાં ચલાવવામાં આવી રહેલા અભિયાનની રાહમાં મોટી અડચણ માનતા જણાવાયુ છે કે સતાબ્દીના અંત સુધીમાં વધારાની ૧૦ મીલીયન વધુ બાલિકા વધુઓની સંખ્યા વધી શકે છે.

વિશ્લેષણ અનુસાર લગભગ ૬૫ કરોડ મહિલાઓ એવી છે કે જેમના લગ્ન બાળપણમાં જ કરી દેવામાં આવે છે. આમાથી અડધી સંખ્યા બ્રાઝીલ, બાંગ્લાદેશ, ઈથોપીયા, ભારત અને નાઈજીરીયા છે.

રીપોર્ટ અનુસાર મહામારીને કારણે છેલ્લા એક વર્ષની સ્થિતિ એવી છે કે જેનાથી બાળકી અને તેમના પરિવારજનોને બહાર કાઢવા તત્કાલ જરૂરીયાત છે. યુનિસેફે કહ્યુ છે કે કાયદાનું પણ પાલન થવુ જોઈએ.

(10:34 am IST)