Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

શિવસેના બાદ ટીડીપી અને ભાજપ આમનેસામનેઃ અહેમદ પટલે ટ્વીટ કરીને સમગ્ર ઘટનાક્રમને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું

નવી દિલ્હીઃ શિવસેના બાદ હવે ટીડીપી અને ભાજપ આમનેસામને આવી ગયા છે. જેના પગલે કોંગ્રેસે પણ ભાજપ ઉપર હૂમલો શરૂ કરી દીધો છે અને વિપક્ષી દળ કોંગ્રેસના નેતા અને સાંસદ અહેમદ પટેલે ટ્વીટ કરીને સમગ્ર ઘટનાક્રમને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ બાબત ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે વડાપ્રધાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો ફોન પણ નથી ઉપાડી રહ્યા. આ આંધ્રપ્રદેશની જનતા માટે પણ સારી બાબત નથી.

ત્યારે કોંગ્રેસે ૧૩ માર્ચના રોજ સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ટીડીપીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં અનેક વિપક્ષી દળો એકત્ર થવાની સંભાવના છે.

બીજી તરફ મોદી સરકારથી નારાજ ટીડીપીના બે મંત્રીઓએ કેબીનેટમાંથી રાજુનામું આપી દીધું છે. જયારે બીજી તરફ આંધ્રપ્રદેશના મંત્રીમંડળમાંથી ભાજપના બે મંત્રીઓ પણ રાજીનામાં આપી દીધા છે.

ટીડીપી આંધ્રપ્રદેશમાં સત્તામાં છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુએ બુધવાર રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે તેમના રાજ્ય સાથે અન્યાય થયો છે. કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો નિભાવ્યો નથી. જેના પગલે અમે એનડીએમાંથી દુર થવાનો નિર્ણય લીધો છે. નાયડુ કે કહ્યું કે અમે સત્તાના લાલચી નથી. આ મુદ્દે અમે વડાપ્રધાન સાથે ફોન પર વાત કરવાની કોશિષ કરી હતી. પરંતુ તે સફળ ના થઈ.

નાયડુએ કહ્યું કે અમે સરકારને વિનમ્રતાથી કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં અમે ખુબ મહેનત કરી છે અને તમામ વિકલ્પ પર કામ કર્યું છે.

બજેટમાં આંધ્રપ્રદેશને ઓછી ફાળવણી થી શરૂ થયેલો વિવાદ હવે આંધ્રપ્રદેશને વિશેષ રાજયના દરજ્જા સુધી પહોંચી ગયો છે .જેમાં પીએમ મોદીએ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની ના પાડતા આ વિવાદ વધુ વકર્યો છે.

જેમાં પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જો પક્ષ ચુંટણી જીતીને સત્તામાં આવશે તો આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપશે તેવું નિવેદન કર્યું હતું. જેના પગલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ હવે એનડીએનો સાથ છોડવાનો નિર્ણય કર્યો છે.

(7:58 pm IST)