News of Thursday, 8th March 2018

‌પ્રિયા પ્રકાશ વારિયારને લોટરી લાગીઃ સોશ્યલ મીડિયામાં ૧ પોસ્ટ થકી ૮ લાખ કમાય છેઃ પ૧ લાખ ફોલોઅર્સઃ નામચીન બ્રાંડની જાહેરાત માટે પ્રસ્તાવો

ફોટોઃ પ્રિયા પ્રકાશ વારિયરઃ વિશ્વભરની સેલિબ્રીટીની યાદીમાં સ્થાન

મુંબઇઃ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવનાર મલયાલી અેક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરને સોશ્યલ મીડિયા થકી અઢળક કમાણી થઇ રહી છે. તેને અેક પોસ્ટના રૂપિયા ૮ લાખ મળે છે.

હાલમાં જ પ્રિયાએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પરથી અનેક મોટી બ્રાંડનું પ્રમોશન કર્યું છે. રિપોર્ટ પ્રમાણે, કોઈ બ્રાંડને પ્રમોટ કરતી પોસ્ટ કરવા બદલ પ્રિયા પ્રકાશને 8 લાખ રૂપિયા મળે છે. આટલું જ નહીં, ઘણી નામચીન બ્રાંડ્સ જાહેરાત માટે પ્રસ્તાવ લઈને પ્રિયા પાસે પહોંચી રહી છે. પ્રિયાએ સોશિયલ મીડિયાથી કમાણી કરતા અનેક મોટા સેલિબ્રીટીઝને પાછળ છોડ્યા છે.

પ્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તેના ઈંસ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ઇંસ્ટાગ્રામ પર પ્રિયાના ફોલોઅર્સનો આંકડો 51 લાખને પાર કરી ચૂક્યો છે. આ સાથે જ પ્રિયા વિશ્વના એવા સેલિબ્રીટીઝની યાદીમાં સ્થાન બનાવી ચૂકી છે જેમના ફોલોઅર્સની સંખ્યા ઘણા ઓછા સમયમાં વધી હોય.

પ્રિયા પ્રકાશ મલયાલી ફિલ્મ ઓરૂ અડાર લવથી એક્ટિંગ ડેબ્યૂ કરી રહી છે, જે જૂન 2018માં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ 3 માર્ચ, 2018ના દિવસે રિલીઝ થવાની હતી. જે ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તે પણ આ જ ફિલ્મની છે. ઓમાર લૂલૂ દિગ્દર્શિત ફિલ્મ ઓરૂ અડાર લવહાઈસ્કૂલ રોમાંસ પર આધારિત રોમેંટિક-કૉમેડી ફિલ્મ છે.

(5:10 pm IST)
  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • સુપર સ્ટાર રજનીકાંત સાથે જોવા મળેલ કૂતરાને ખરીદવા માટે ૨ કરોડ જેટલી જંગી રકમ આપવા ચાહકો તૈયાર access_time 5:54 pm IST

  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST