Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સોલાપુરની યુવતિઓનું 'કૌશલ્ય' જ લગ્નોત્સુક મૂરતિયાઓમાં આકર્ષણરૂપ,દૂર-દૂરથી 'માંગા'

'મહિલા દિને' મહિલાઓ માટે ગૌરવસમાન સમાચાર : બીડી બનાવવામાં નિપુણ દિકરીના માતા-પિતાને 'દહેજ'દેવાની ચિંતામાંથી મળવા લાગી મૂકિત

રાજકોટ,તા.૮: વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી સાથે સાથે ઘણા સમાજના માતા-પિતા માટે જુવાન દિકરીને પરણાવવી ખરેખર ચિંતાજનક હોય છે...કેમ  કે, વ્હાલના દરિયાના સાસરિયાઓને ગાય જેવી દિકરીની સાથે સાથે દહેજનો પણ ભારો આપવો પડતો હોય છે.પરંતુ મહારાષ્ટ્રના સોલાપુર ખાતે જન્મ લેનારી દિકરીઓના વાલીઓને હવે દિકરીઓના લગ્નની ચિંતા ઓછી થવા લાગી છે...કારણ, ત્યાં આવનાર મૂરતિયાઓ પોતાની જીવનસંગીનીનું કૌશલ્ય જ જોવે છે.

આજે મહિલા દિવસે ખરેખર અન્ય મહિલાઓ માટે  ગૌવરસમાન સમાચાર જોઇએ તો, સોલાપુર ખાતે નાના-નાના ઘરોમાં રહેતી યુવતિઓના 'માંગા' દૂર-દૂરથી આવવા લાગ્યા છે...મા-બાપને એ વાતની ખુશી છે કે, પોતાની લાડલીઓને જોવા આવનાર યુવક કે તેના વાલીઓ યુવતિઓની યોગ્યતાનો માપદંડ માત્ર શિક્ષણ, આવક કે રાશિફળ નથી રાખતા, પરંતુ ભાવિ પુત્રવધુની બીડી બનાવવાની આવડત અને ક્ષ્મતાને જ યોગ્યતા માને છે.

આ અંગે દિકરીઓના માતા-પિતાનું કહેવું છે કે, છેલ્લા ઘણા સમયથી યુવકો અને એના વાલીઓના વિચારોમાં આવેલા  સુધારાને પગલે બીડી બનાવવામાં માહિર યુવતિઓને ફેકટરી દ્વારા પ્રમાણપત્ર મળી જાય એટલે લગ્ન કરવાની ચિંતા કરવાની રહેતી  નથી...એવી જ રીતે વાલીઓને પણ દિકરીના સાસરિયે અપાતા દહેજમાંથી મૂકિત મળવા લાગી છે.

અત્રે નોંધનીય છે કે, અગાઉ કપડા ઉદ્યોગનો ગઢ ગણાતા સોલાપુરમાં હવે લોકો બીડી ઉદ્યોગમાં વધુને વધુ જોડાઇ રહયા હોવાથી હાલના તબકકે અંદાજે ૨૦૦ ફેકટરીઓમાં ૬૫૦૦૦ જેટલી મહિલાઓ કામગીરી કરી રહી છે.

કહેવાય છે કે, મહિલાઓ અને યુવતિઓ પાંદડાને હળવા હાથે વાળીને એમાં તમાકુ ભર્યા બાદ પાંદડાને કાપ્યા વગર દોરાથી બાંધીને બીડી બનાવે છે...એક અંદાજ મુજબ૧૦૦૦ બીડીએ રૂ.૧૪૦ જેટલું મહેનતાણુ મળે છે.

એવી જ રીતે મહિલાઓ, યુવતિઓની સાથેસાથે અંદાજે ૧૦,૦૦૦ લોકો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીડી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે...રાજયમાં સૌથી વધુ સુગર ફેકટરીઓ હોવા છતા પણ ઘણી મહિલાઓ કે યુવતિઓને યોગ્ય નોકરી મળતી નથી, પણ બીડી કાર્ડ મળી જવાથી લગ્નોત્સુક યુવતિઓના માતા-પિતાને દહેજમાંથી જરૂર મૂકિત મળે એ સૌથી સારી બાબત ગણી શકાય છે.

(5:06 pm IST)
  • ગાંધીનગરમાં પુરપાટ જઇ રહેલા રર લાખનાં બાઇક સાથે ગાય અથડાતા યુવકનું મોત access_time 3:49 pm IST

  • રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST

  • જીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST